- બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે
- સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસમાં જોડાવા માટે જીગ્નેશ મેવાણી દિલ્હી ખાતે રવાના
- આવતીકાલે કોંગ્રેસનો ખેસ ધારણ કરી જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે : સૂત્ર
બનાસકાંઠા: 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણી વડગામ સીટ પરથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમની સામે ભાજપમાંથી વિજય ચક્રવતી ચૂંટણી લડ્યા હતા. જેથી જીગ્નેશ મેવાણીનો બહુમતીથી વિજય થયો હતો. ધારાસભ્ય બન્યા બાદ વડગામના અનેક પ્રશ્નોને લઇ ગુજરાત સરકારમાં જીગ્નેશ મેવાણીએ આંદોલન કર્યા છે બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટો નરેગા કૌભાંડ પણ જીગ્નેશ મેવાણી એ બહાર લાવ્યો હતો વડગામ વિધાનસભા માં કોરોના મહામારી સમય પણ સતત લોકોની વચ્ચે રહી જીગ્નેશ મેવાણીએ સેવા આપી હતી આમ વડગામના ધારાસભ્ય તરીકે હંમેશા લોકોની વચ્ચે રહી જીગ્નેશ મેવાણીએ સેવા આપી છે.
જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે
વડગામ વિધાનસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે વિજય બનેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હવે કોંગ્રેસનો હાથ પકડી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે મંગળવારે બપોર સુધીમાં જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઇ શકે તેમ છે. સોમવારે રાત્રે જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાવા માટે ગુજરાતમાંથી દિલ્હી જવા માટે રવાના થયા હતા.
આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે
રાત્રે બેઠક કર્યા બાદ આજે જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે ચોક્કસથી કરી શકાય કે આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને હવે દરેક પક્ષ પોતાને મજબૂત કરવા માટે સારા ધારાસભ્ય પોતાના પક્ષ તરફ ખેંચી રહ્યા છે. ત્યારે સરકારમાં લોકોને સૌથી વધુ અવાજ ઉઠાવનારા વડગામના ધારાસભ્ય પણ આજે કોંગ્રેસમાં જોડાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો- વડગામ ખાતે જીગ્નેશ મેવાણીએ 1 કરોડના ખર્ચે ઓક્સિજન રીફલિંગ પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન
આ પણ વાંચો- મનરેગાની 100 દિવસ રોજગારીના વાયદા વચ્ચે ગુજરાતમાં માત્ર 24 દિવસ જ રોજગારી: જીગ્નેશ મેવાણી