ભાવનગર : ભાવનગર શહેરનો ચેતન સાકરીયા IPLમાં (IPL 2022 Chetan Sakariya) ફરી પસંદગી પામ્યો છે. આર્થિક સંકડામણમાં જિંદગી પસાર કરનાર પરિવારને ચેતને ઊંચાઈ પર લઈ ગયો છે. રાજસ્થાન બાદ હવે દિલ્હીમાં અને તે પણ ત્રણ ગણી કિંમતે પસંદગી પામતા તેના પરિવારમાં આનંદ છવાયો છે.
રાજસ્થાન બાદ દિલ્હીમાં પસંદગી પામતા ચેતન
ભાવનગર શહેરના કોળી સમાજમાં અને સાકરીયા પરિવારમાં ચેતનનો જન્મ 28 મી ફેબ્રુઆરી 1998 ના રોજ થયો છે. આર્થિક સંકડામણમાં રહેતા પરિવારનો સભ્ય ચેતન સંઘર્ષ કરીને ક્રિક્રેટમાં આગળ વધ્યો છે. IPL માં અગાઉ એક કરોડમાં રાજસ્થાને તેની કિંમત લગાવી હતી અને બાદમાં હવે ફરી ઓક્શન આવતા તેની કિંમત ત્રણ ગણી આપીને દિલ્હીએ પસંદગી (Chetan Sakariya 2022 IPL Team) ઉતારી છે. ચેતન સાકરીયાને 4.25 કરોડમાં લઈને દિલ્હીએ આગામી IPLમાં એક મજબૂત બોલર મેળવી લીધો છે.
આ પણ વાંચોઃ ભાવનગરના ચેતન સાકરીયાની IPLમાં રાજસ્થાન રોયલ્સમા પસંદગી થતા પરિવારે આનંદ વ્યક્ત કર્યો
IPLમાં લોટરી લાગતા ચેતનના પરિવારમાં ખુશીનો માહોલ
IPL ના ઓક્ષણમાં પ્રથમ દિવસે ચેતન માટે કોઈએ બોલી લગાવી ન હતી. પરંતુ બીજા દિવસે ચેતન સાકરીયાની બોલી દિલ્હીએ (Chetan Sakariya Delhi IPL Team) લગાવી હતી. પ્રથમ ચેતનની IPLમાં તેને એક કરોડ અને હવે IPL માં ઓકશનમાં સીધા 4.25 કરોડ મળતા પરિવારમાં આનંદ સમાતો નહોતો. ચેતનના મામા, મમ્મી, બહેન અને કુટુંબ ટીવી સામે બેસી ગયા હતા. ચેતનની પસંદગી અને કિંમત નક્કી થતા તેના પરિવાર ખુશખુશાલ (Chetan Sakariya Family) જોવા મળતો હતો. ફેબ્રુઆરીના અંતિમ દિવસે એટલે 28 ફેબ્રુઆરીએ ચેતનનો જન્મ દિવસ પણ આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ IPL History: IPL ઈતિહાસની હરાજીમાં વેચાયેલા સૌથી મોંઘા ખેલાડીઓની યાદી