પાલનપુર: યુક્રેનની પરિસ્થિતિના (russia ukraine news) કારણે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં છે. છેલ્લા કેટલાય દિવસથી વાલીઓ તેમના બાળકો (Indian students in ukraine) સાથે ટેલિફોનિક સંપર્ક કરતા હતા. યુક્રેનની વર્તમાન પરિસ્થિતિને જોતા વાલીઓએ સંતાનોને ભારત બોલાવવાનું નક્કી કર્યું અને પોતાના સંતાનો સકુશળ પરત આવતા વાલીઓ અને પરિવારમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
પાલનપુરનો વિદ્યાર્થી યુક્રેનથી ઘરે પરત ફર્યો
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ (russia ukraine crisis)ની ઘડીઓ ગણાઈ રહી છે. આ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ માદરે વતન પરત (Indian Student Return From Ukraine) ફરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનો એક વિદ્યાર્થી (Student From Palanpur In Ukraine) પણ આજે વહેલી સવારે પોતાના માદરે વતન પહોંચતા લાટીવાલા પરિવાર દીકરાને લેવા અમદાવાદ એરપોર્ટ (Ahmedabad international airport) પહોંચ્યો હતો. જ્યાં એરપોર્ટથી પોતાના દીકરાને લઇને પાલનપુર પોતાના ઘર નજીક પહોંચતા હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા હતા. લાંબા સમય બાદ પોતાના પરિવાર સાથે મિલન થતા આર્યની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
આ પણ વાંચો: Russia-Ukraine war : ગુજરાતના 5000 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા, તમામ ફ્લાઇટ રદ
હિંદુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગૃહપ્રવેશ કરાવ્યો
આર્ય સ્વદેશથી પરત પોતાના વતન ફરતા પરિવાર દ્વારા હિંદુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચના કરી દીકરાને ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. લાટીવાલા પરિવારના ઘરે આર્ય જે બેગ લઈને આવ્યો તે બેગ ખોલતા જ વેરવિખેર રહેલી તેની બેગના દ્રશ્યો જ કહી રહ્યાં હતા કે, આર્ય કેટલી આતુરતાથી ભારત આવ્યો છે. હાલમાં જે પ્રમાણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની તૈયારીઓ (russia ukraine war) થઈ રહી છે તેના કારણે ભારતથી યુક્રેન અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે, ત્યારે આજે પાલનપુરના લાટીવાલા પરિવારનો દીકરો યુક્રેનથી પરત આવ્યો હતો. તેણે યુક્રેનની પરિસ્થિતિ (Ukraine russia conflict)જણાવી હતી.
આ પણ વાંચો: Modern bus stand in Gujarat: અંબાજીમાં આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા કરોડોની મંજૂરી છતાં મુસાફરોને ભારે હાલાકી
પરિવારમાં ખુશીનો માહોલ
છેલ્લા ઘણા વર્ષોથી પરિવારથી અલગ રહેતો પાલનપુરનો યુવક આજે યુક્રેનથી વતન આવતા લાટીવાલા પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, જે પ્રમાણે હાલમાં યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેને લઈ ઘણા સમયથી અમારા દીકરાને લઈને અમને ચિંતા સતાવી રહી હતી. આજે અમારો દીકરો પરત ઘરે પહોંચતા અમારા આખા પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.