સામાન્ય રીતે સોનું તેની ચમકના કારણે જાણીતુ છે, પણ હાલ તો સોનાની ચમક લોકોને અંજાવી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધતાં ભારતમં પણ સોનું ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયુ છે.
સોનાનો ભાવ આજે પાંચ હજારની સપાટીને વટાવી ગયો છે. સોનાના ભાવોમાં વેલા આ ઐતિહાસિક તેજી પાછળ સોના-ચાંદીના વેપારીના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે તેલના મુદ્દે ચાલી રહેલ વોર કારણભૂત છેૈ.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા સોનાના ભાવોમાં વધારો નોંધાયો છે. તેની અસર સોનાના સ્થાનિક બજારો સુધી વર્તાઈ રહી છે