બનાસકાંઠા: રાજસ્થાનના બુકનામાં બાબુ વૈષ્ણવ નામના પૂજારીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જેના પ્રત્યાઘાન ગુજરાતમાં પણ પડી રહ્યા છે. આ હત્યાને લઇને વાવ તાલુકાના બ્રહ્મ સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં બ્રહ્મ સમાજે આ હત્યાને વખોડી હતી અને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા બ્રાહ્મણ સમાજના રક્ષણ માટે યોગ્ય પગલાં ભરવાની જરૂર છે. આવું નહીં થવા પર બ્રહ્મ સમાજે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
