ETV Bharat / state

દિયોદરના ચીભડા ગામે સાસરિયાના ત્રાસથી મહિલાએ કરી આત્મહત્યા - banashkatha police

બનાસકાંઠાના ચીભડા ગામે આજે એક મહિલાએ ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક સંતાનની માતાને સાસરિયાઓ માનસિક ત્રાસ આપતા હોવાના કારણે કંટાળી જઈ ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાના પિયારીયાઓએ આક્ષેપો કર્યા છે.

દિયોદરના ચીભડા ગામે સાસરિયાના ત્રાસથી મહિલાએ કરી આત્મહત્યા

author img

By

Published : Apr 21, 2021, 8:09 PM IST

  • સારિયાઓના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાના પિયારીયાના આક્ષેપો
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો

બનાસકાંઠાઃ જિલ્લામાં દિવસેને દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દિયોદર તાલુકાના ચીભડા ગામે રહેતી એક મહિલાએ આજે પોતાના જ ઘરમાં ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરી હતી. હેતલબેનના લગ્ન અશોકભાઈ પ્રજાપતિ સાથે 10 વર્ષ અગાઉ સમાજના રીતરિવાજો મુજબ થયા હતા. દાંમ્પત્ય જીવન દરમિયાન તેઓને એક પુત્ર રત્નની પ્રાપ્તિ પણ થઈ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પતિ સહિત સાસરીયાઓ હેતલબેનને ત્રાસ આપતા હતા, જે અંગે તેઓએ તેમના પિયરયાને અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ પુત્ર હોવાના કારણે તેમનું ભવિષ્ય ન બગડે તે માટે હેતલબેને છૂટાછેડા લેવાનું મુનાસીબ માન્યું હતું. તેમ છતાં સાસરિયાનો શારીરિક અને માનસિક ત્રાસ યથાવત્ રહેતાં આજે કંટાળેલા હેતલબેને ઝેરી પ્રવાહી પીને આત્મહત્યા કરી હતી.

દિયોદરના ચીભડા ગામે સાસરિયાના ત્રાસથી મહિલાએ કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ હિંમતનગર જિલ્લા પોલીસ વડા કચેરીની સામે યુવતીએ કરી આત્મહત્યા

દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

દિયોદરમાં આજે એક પરિણીત મહિલાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવને પગલે આજુબાજુના લોકોને આ ઘટનાની જાણ થતાની સાથે જ ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ધોરણે દિયોદર પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ જામનગરમાં યુવકના છૂટાછેડા થતા ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓમાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લામાં હાલ ચોરી, લૂંટ, હત્યા, આત્મહત્યા જેવી ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ એક બાદ એક સામે આવી છે. છેલ્લાં એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં અનેક હત્યા અને આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે. લોકો નજીવી બાબતમાં અથવા તો ઘરની કંકાસ અને પૈસાની લેવડ-દેવડમાં કેટલીકવાર આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે આત્મહત્યા જેવી ઘટનાને અંજામ આપવા મજબુર કરનાર લોકો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તો જ વારંવાર બનતી આત્મહત્યાની ઘટના અટકી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.