- ભોરલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું
- 15 હેક્ટર જીરાના પાક ઉપર પાણી ફરી વળ્યું
- સરહદી વિસ્તારોમાં તૂટવાનો સિલસિલો યથાવત્
- વારંવાર તૂટતી કેનાલોથી ખેડૂતો પરેશાન
બનાસકાંઠાઃ સરહદી વિસ્તારોમાં કેનાલો તૂટવાનું યથાવત્ જોવા મળે છે. જ્યારે ઢીમા બ્રાન્ચમાંથી પસાર થતી ભોરલ ડિસ્ટ્રિબ્યૂટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું. જોકે, ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને પંદર હેક્ટરમાં જીરાના વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળતા જીરાનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલો તૂટતા ખેડૂતો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. જોકે, કેનાલો તૂટતાની સાથે ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવે છે. જ્યારે થરાદ તાલુકાના ભોરલ ગામની સીમમાં ભોરલ ડિસ્ટ્રિબ્યૂટર કેનાલ તૂટતા ખેડૂત પરમાર વણાજીના ખેતરમાં પંદર હેક્ટરમાં તૈયાર કરેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું હતું. શિયાળુ સિઝનમાં તૈયાર કરેલા જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને મસમોટું નુકસાન થતું જોવા મળ્યું હતું.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાવ, થરાદ અને સુઈગામમાં આશરે 35 જેટલી કેનાલો આજ સુધી તૂટી છે. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જોકે, રવિ સિઝન ચાલુ થયા પછી વાવ, થરાદ અને સુઇગામ તાલુકામાં આજ દિન સુધી અંદાજિત 35 જેટલી કેનાલો તૂટી ગઈ છે.
- પાનેસડા માઇનોર
- કોલાવા માઇનોર
- બેનપ માઇનોર
- ઢીમા માઇનોર
- પીરગઢ ડિસ્ટ
- ઇઢાટા માઇનોર
- વાવડી માઇનોર
- વાવડી માઇનોર
- માધપુરા
- ચોથાનેસડા
- મોરવાડા માઇનોર
- રામપુરા કેનાલ
- ઢીમા ઈઠાટા માઇનોર
- પ્રતાપપુરા માઇનોર
- રાધાનેસડા ડિસ્ટીબ્યુટર
- ઢીમા બ્રાન્ચ કેના
- સપ્રેડા માઇનોર
- ઈઢાટા ઢીમાં માઇનોર 2
- બરડવી કેનાલ
- બાલુત્રી ડિસ્ટ્રીબ્યુટર
- ઇઢાટા ડિસ્ટ્રીબ્યુટર
- રાછેણા માઇનોર 2
- જાનાવાડા માઇનોર
- દૈયપ ડિસ્ટ્રીબ્યુટર
- બાલુત્રી માઇનોર 1
- જામપર કેનાલ
- સવપુરા ડિસ્ટ્રીબ્યુટર
- ભોરલડિસ્ટ્રીબ્યુટર
- મસાલી માઇનોર
- સુઇગામ માઇનોર 3
- ઉચોસણ માઇનોર
- બેણપ ડિસ્ટ્રીબ્યુટર
- રામપુરા ડિસ્ટ્રીબ્યુટર
- મોરવાડા માઇનોર 1
વારંવાર તૂટતી કેનાલોથી ખેડૂતો હેરાન
તાજેતરમાં થરાદના ભોરલ ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં 10થી 15 હેક્ટર જમીનમાં જીરાના પાકમાં પાણી ફરી વળ્યું હતું. જીરાનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે સવાલ એ પણ થાય છે કે, કેનાલોના કામો હલકા બનાવવામાં આવતા ખેડુતો દ્વારા જવાબદાર તંત્ર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓને લેખિત મૌખિક રજુઆતો કરી હતી.
કેનાલોના કામની વિજિલન્સ ટિમ તપાસ કરે તો મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે
જોકે, આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારના પગલા ન ભરાતા અનેક શંકાઓ ઊઠી છે. વાવ, થરાદ અને સુઈગામ તાલુકા પંથકમાં બનાવેલી કેનાલોના કામોની વિજિલન્સ ટીમ તપાસ હાથ ધરે તો અનેક ચોંકાવનારી વિગતો સાથે મોટા પાયે ભ્રષ્ટાચાર તેમજ કોન્ટ્રાકટરો સાથે સાંઠગાંઠ ધરાવતા અનેક અધિકારીઓના પગ નીચે રેલો આવે તેવી સંભાવનાઓ છે. સરહદી વિસ્તારમાં વારંવાર કેનાલો તૂટતાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માગ ઊઠી છે.