- દિયોદરના ધારાસભ્યે bogus doctorની વ્હારે આવ્યા
- bogus doctor સામે કાર્યવાહી અટકાવવા મુખ્યપ્રધાનને રજૂઆત કરી
- 25થી પણ bogus doctorsને ઝડપી તેની સામે કાર્યવાહી
બનાસકાંઠા : જિલ્લાના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બાદ હવે દિયોદરના ધારાસભ્ય પણ bogus doctorની વ્હારે આવ્યા છે. તેઓએ પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા bogus doctors સામે થઇ રહેલી કાર્યવાહી અટકાવવા માટે મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરી છે.

ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટર સામે કાર્યવાહી
જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ દ્વારા નકલી અને bogus doctors સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધી 25થી પણ વધુ કોઈ પણ જાતના પ્રમાણપત્ર કે વગર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા bogus doctorsને ઝડપી પાડીને તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Bogus Doctor - ખેડાના કાલસરથી બોગસ ડૉક્ટર ઝડપાયો
50 ટકાથી વધુ દર્દીઓને આવાbogus doctorsએ સાજા કર્યા
bogus doctors કોરોના મહામારીના સમયમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યા હતા. Second wave of coronaમાં જ્યાં સરકાર પણ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં નિષ્ફળ ગઈ હતી. તેવા સમયે 50 ટકાથી પણ વધુ દર્દીઓને આવા ડૉક્ટરોએ સાજા કર્યા હતા. ત્યારે આવા ડૉક્ટરો સામે કાર્યવાહી ન કરવા માટે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ પણ મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.

ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતા ડૉક્ટર સામે જ કાર્યવાહી
જિલ્લા પોલીસ આ મામલે ગેરસમજ થતી હોવાનું જણાવી રહી છે. banskantha Police દ્વારા કોઈપણ જાતની શૈક્ષણિક લાયકાત ન ધરાવતા અને ખોટી રીતે ગેરકાયદેસર પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરતા ડૉક્ટર સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. BAMS, BHMS સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરાતી ન હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો -
- પંચમહાલ એસઓજીએ 6 ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડ્યાં
- ખેડામાં માત્ર 12 પાસ બોગસ ડૉક્ટર ઝડપાયો, 8 વર્ષથી ચલાવતો હતો દવાખાનું
- ડાંગમાં આખરે આરોગ્યતંત્ર જાગ્યું, બોગસ ડિગ્રીધારી બંગાળી ડૉક્ટરોનાં દવાખાનામાં સર્ચ ઓપરેશન
- ધાનેરાના મોટી ડુગડોલ ગામે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ સહિત મોટી માત્રામાં નશાની દવાઓનો જથ્થો ઝડપાયો
- Bogus Doctor - પલસાણાના તાતીથૈયામાંથી બે બોગસ તબીબ ઝડપાયા
- પોરબંદરના રાણા કંડોરણા ગામે કોઈપણ જાતની ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો
- Bogus Doctor - પાટણના ખલીપુર ગામેથી બોગસ તબીબ ઝડપાયો