બનાસકાંઠામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા
- કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને થયો કોરોના
- ખાનગી હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર
- જિલ્લામાં પાલનપુરમાં 7, ડીસા અને વડગામમાં એક-એક નવા કેસ
- જિલ્લામાં કુલ કેસની સંખ્યા 323 થઇ
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મંગળવારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત કુલ 10 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગેનીબેન ઠાકોરને બે દિવસથી તાવ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલ સિમ્સ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી જ્યા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જિલ્લામાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા જિલ્લામાં દિવસના 20 થી પણ વધુ કેસ આવી રહ્યાં છે. ત્યારે મંગળવારે પણ વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત કુલ 10 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બે દિવસથી તાવ આવતા તેમણે અમદાવાદની ખાનગી હોસ્પિટલ સિમ્સમાં તપાસ કરાવી હતી. તેમણે સોમવારે તપાસ માટે સેમ્પલ આપ્યા બાદ મંગળવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી ગેનીબેન ઠાકોર સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં આઇશોલેશન થયા છે. આ સિવાય જિલ્લામાં પાલનપુરમાં 7, ડીસા અને વડગામમાથી એક-એક કોરોનાના કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 323 પર પહોંચ્યો છે.