બનાસકાંઠા અનેક પતિઓએ પત્ની પર શંકા રાખી અવારનવાર અત્યાચાર અને જીવલેણ હુમલો કર્યાના અનેક કિસ્સા (banaskantha crime news) સામે આવ્યા છે. ત્યારે હવે આવો જ એક કિસ્સો બન્યો છે બનાસકાંઠાના ડીસામાં. અહીં પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની શંકાના આધારે પતિએ તેની પત્ની પર ચાકૂથી જીવલેણ હુમલો (Husband Attempted Murder wife) કર્યો હતો. જોકે, રૂમની બહાર બેઠેલા યુવતીના સગાંઓએ તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે આરોપી પતિ ફરાર થઈ ગયો હતો.
કૈલાસનગરની ઘટના આ અંગે મળતી માહિતી અનુસાર, ડીસાના કૈલાસનગરમાં (kailash nagar deesa) રહેતા વિજય સુથારે એક વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તરત જ વિજયે તેની પત્નીના કોઈ સાથે આડા સબંધ હોવાની શંકા રાખી શારીરિક, માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલે તેની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સાટા પદ્ધતિમાં લગ્ન કર્યા હોવાથી તેઓ છૂટાછેડા લઈ શક્યા નહતા. ગઈકાલે તો હદ જ થઈ ગઈ. તેમના પિયારિયાઓ જમાઈને સમજાવવા માટે ડીસા (banaskantha crime news) આવ્યા હતા.
પત્ની રૂમમાં એકલી હતી ત્યારે કર્યો હુમલો તે સમયે તેમની પત્ની રૂમમાં એકલી હોવાથી પતિએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેણે પત્નીના ગળા પર ચપ્પાના ઘા મારે તેની હત્યાનો પ્રયાસ કર્યો (Husband Attempted Murder wife) હતો. યુવતીએ બચવા માટે બૂમ પાડતા રૂમની બહાર બેઠેલા પિયરિયા અને સાસરિયાઓએ દરવાજો તોડીને યુવતીને બચાવી હતી. જ્યારે હુમલો (Husband Attempted Murder wife) કરનારો વિજય સુથાર રૂમની પાછળની બારીમાંથી નાસી છૂટ્યો (gujarat murder case news) હતો.
આરોપી પતિ સામે પોલીસ ફરિયાદ તો લોહીલુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે તાત્કાલિક ડીસાની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં (Deesa City South Police Station) હત્યાનો પ્રયાસ (Husband Attempted Murder wife) કરનારા વિજય સુથાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.