અંબાજી (બનાસકાંઠા): શક્તિપીઠમાં અંબાજી કરોડો હિન્દુઓની આસ્થાનું મોટું ધાર્મિક સ્થાન છે, જ્યાં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. જોકે, અહીં અત્યાર સુધી ક્યારેય પણ કોમવાદ જેવા રમખાણો થયા નથી, પરંતુ તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી હત્યાના પડઘાં સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે સાવચેતીના પગલાના ભાગરૂપે અહીં હિન્દુ હિત રક્ષા સમિતિએ (Hindu Hit Raksha Samiti demands Ashant Dhara) એક વિશાળ રેલીનું આયોજન કરી અંબાજીમાં અશાંત ધારો લાગુ કરવાની (Ashant Dhara demand in Ambaji) માગ કરી હતી.
આ પણ વાંચો- 11 જૂને ETV ભારતે રજૂ કરેલ એહવાલ પર ગુજરાત કેબીનેટની ડ્રોન કોર્સ મંજૂરી
અશાંત ધારાની માગ - અંબાજીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અશાંત ધારાની (Ashant Dhara demand in Ambaji) માગ કરવામાં આવી હતી. આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી બાદ (Huge Hindu Rally in Ambaji) હિન્દુ હિત રક્ષા સમિતિએ સર્કલ ઓફિસરને આવેદનપત્ર પણ આપ્યું હતું. તો આ રેલીમાં જોડાવવા માટે વેપારીઓએ વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. આ સાથે જ દુકાનો જડબેસલાક બંધ જોવા મળી હતી. તો આ રેલી (Huge Hindu Rally in Ambaji) દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા (Tight Security at Ambaji) મળ્યો હતો.
આ પણ વાંચો-Ambaji Temple Diwani Claim: અંબાજી ટ્રસ્ટને કોર્ટે આપી મોટી રાહત, રાજવી પરિવારને લાગ્યો ઝટકો
સર્કલ ઓફિસરને આપ્યું આવેદનપત્ર - હિન્દુ હિત રક્ષા સમિતિએ આ આવેદનપત્ર સરકારને પહોંચતું કરવા માટે સર્કલ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ અશાંત ધારામાં (Ashant Dhara demand in Ambaji) કોઈ પણ વિધર્મી વ્યક્તિને અંબાજીમાં મિલકત ખરીદવી હશે તો જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે. તેમ જ ભાડૂઆત તરીકે રહેવા માટે પણ અશાંત ધારા હેઠળ પરવાનગી લેવી પડશે તેવી માગ કરવામાં આવી છે.