બનાસકાંઠા : મારા સંઘર્ષમાં જ મારી જીત જેવા માર્ગદર્શક રૂપ સંદેશ સમાજને આપવા ઉડાન નારી મંચના નેજા હેઠળ ડીસા કોલેજમાં નારી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અભ્યાસની સાથે સાથે પરિવારને મદદરૂપ બનતી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ડીસા કોલેજમાં વંદનાબેન દ્વારા ડીસા કોલેજની દીકરીઓને અભ્યાસની સાથે પરિવારને મદદરૂપ થવા માટે ખેતીકામ, પશુપાલન, સિલાઈ કામ ભરતગુંથણ તેમજ નાની-મોટી નોકરી કરીને સાર્થક કરી બતાવતી દીકરીઓનું આજે સન્માન કરવામાં આવ્યું હતું. સ્ત્રી સશક્તિકરણ એટલે ફેશન કરવી, સારા કપડાં પહેરવા, તેમજ મોંઘા સ્માર્ટફોનની માતા-પિતા પાસે માંગણી કરવી એ નથી, પરંતુ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ડીસા કોલેજમાં અભ્યાસની સાથે સાથે આર્થિક સંજોગોમાં પરિવારને મદદરૂપ બનતી હોય તે છે, ત્યારે આજે મહિલા સશક્તિકરણની મહિલાઓ દ્વારા આજે આ તમામ દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આજના યુગમાં વિદ્યાર્થીઓ અને મહિલા ઉપર દિવસેને દિવસે અત્યાચારના બનાવોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જે અંતર્ગત ડીસાની ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ખાસ ઉદેશ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પોતે જાગૃત થઈ અને દરેક બાબતે સામનો કરતા શીખે તે માટે યોજવામાં આવ્યો હતો. બીજી તરફ મહિલા અને બાળ વિકાસ વિભાગ શક્તિ કેન્દ્ર પાલનપુર દ્વારા જિલ્લામાં મહિલાઓ સરકારી કાર્યક્રમો અને યોજનાઓ અને સેવાઓ અંગે માહિતી મળી રહે તે માટે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો યોજવામાં આવે છે એટલું જ નહિ ગામની વિસ્તારની છેવાડાની બહેનો સુધી વધુમાં વધુ સરકારી યોજનાઓ પડશે તે માટે બનાસકાંઠા જિલ્લા મહિલા સશક્તિકરણની બહેનો દ્વારા 14 તાલુકાઓમાં અલગ અલગ શાળાઓ અને કોલેજો માટે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના કારણે અત્યાર સુધી અનેક બહેનોએ સરકારની યોજનાઓ મેળવી છે.