- આસુરી શક્તિનો નાસ એટલે કે, હોળીનો પર્વ
- આજે પણ હોલિકા દહન તરીકે આ પર્વને ઉજવવામાં આવે છે
- અંબાજીમાં હોલિકા દહન કરવામાં આવ્યુ
બનાસકાંઠાઃ આસુરી શક્તિનો નાસ એટલે કે, હોળીનો પર્વ હિરણ્ય કસ્યપની બહેન હોલિકાને અગ્નિમાં પણ ન બળી શકે તેવું વરદાન હતું. જેને લઈ હોલિકા અસુરોનો સાથ આપવા ભક્ત પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિમાં બેસી ગઇ હતી. જ્યાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હોલિકા બળી ગઇ અને ભક્ત પ્રહલાદ બચી ગયો આ એક પરંપરા સત્યુગથી ચાલી આવે છે. આજે પણ હોલિકા દહન તરીકે આ પર્વને ઉજવવામાં આવે છે. જોકે આ વખતે પણ હોળી પર કોરોનાની અસર વર્તાય રહી છે. તેમ સરકારની SOP પ્રમાણે અંબાજીમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતુ. જ્યાં અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા પૂજાવિધિ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી.
આપણ વાંચોઃ વલસાડ જિલ્લા સહિત દમણ અને સેલવાસમાં કરાયું હોલિકા દહન
ક્રાવાતની સંભવના સેવાઈ
જોકે આ પૂર્વે રાજસ્થાની લોકો દ્વારા ઉભેલી હોળીની પણ પૂજા કરવાની એક પરંપરા આજે પણ જોવા મળી હતી. જોકે હોળી પ્રગટ્યા બાદ હોળી જે દિશામાં પડે તે અનુસાર આગામી ચોમાસામાં વરસાદ કેવો રહેશે. તેનો પણ વર્તાવો નીકળતો હોય છે. આજે હોળી કોઈ જ દિશામાં ન પડતા વચ્ચેજ વિખેરાઈ જતા ચક્રાવાતની સંભવના સેવાઈ રહી છે. આજે હોળી કોઈ જ દિશામાં ન પડતા વચ્ચેજ વિખેરાઈ જતા ચક્રાવાતની સંભવના સેવાઈ હતી.