ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક નુકશાન - Latest news of Banaskantha

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી-નાળા ઝરણાઓ સજીવન થતાં લોકોમાં ખુશી જોવા મળી રહેશે. તો બીજી તરફ અને જગ્યા ઉપર વરસાદી પાણી ભરાતા તેમજ પુલ તૂટી જતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Gujarat News
Gujarat News
author img

By

Published : Sep 10, 2021, 11:05 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદનું આગમન
  • ધોધમાર વરસાદને કારણે નદી-નાળા અને ઝરણાઓ સજીવન થયા
  • પાલનપુર તાલુકાના વેડચા થી ઓઢા વચ્ચેનો માર્ગ તૂટ્યો

બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં ક્યારેય વરસાદ નોંધાયો ન હતો. અડધો ચોમાસું વીતી ગયું હોવા છતાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો પરંતુ ભાદરવા મહિનાની શરૂઆત થતાની સાથે જ જિલ્લામાં લાંબા સમયના વિરામબાદ વરસાદનું આગમન થયું છે. છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા છે. તો અનેક જગ્યાઓ પાણી ભરાવાના કારણે લોકોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદી- નાળાંઓ અને ઝરણાઓને નવું જીવતદાન મળ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક નુકશાન

મોટાભાગના વ્હોળાઓ અને ઝરણાં ફરી સજીવન થયા

વડગામ તાલુકામાં આવેલા પાણીયારીમાં આ વર્ષે પ્રથમ વખત પાણીનો ધોધ વહેતો થતાં જ આજુબાજુના લોકો જોવા માટે આવ્યા હતા. આ સિવાય પાલનપુર તાલુકાના વિઠોદર અને આલવાડા ખાતે આવેલા વ્હોળાઓમાં પણ પાણી વહેવા લાગ્યું હતું. આમ તો આ વર્ષે અત્યાર સુધી નહીવત વરસાદ હોવાના કારણે મોટાભાગના ઝરણાં અને વ્હોળા સૂકાભઠ્ઠ હતા પરંતુ છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા જિલ્લાના વ્હોળા, ઝરણાંમાં પાણી વહેતું થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. હજુ પણ ભારતીય મોસમ વિભાગ દ્વારા આગામી 12 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે. જેથી આગામી બે દિવસ સુધી સારો વરસાદ પડે તો જિલ્લાના મોટાભાગના વ્હોળાઓ અને ઝરણાં ફરી સજીવન થઇ જશે તેવી લોકો આશા રાખી રહ્યા છે. તો આ તરફ જિલ્લામાં ચાલુ વર્ષે કોરીધાકોર પડેલી બનાસ નદીમાં પણ રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે નવા નીર આવ્યા હતા. અમીરગઢ પાસે પસાર થતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોએ પણ નવા નીરના વધામણા કર્યા હતા અને ફરી એકવાર સારી ખેતીની ખેડૂતોને આશા જાગી હતી.

પાલનપુર તાલુકાના વેડંચા અને ઓઢા વચ્ચેનો પુલ તૂટ્યો

પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી પાલનપુરમાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જગ્યાએ નુકસાનની ઘટનાઓ પણ સામે આવી છે. જેમાં પાલનપુર તાલુકાના વેડંચાથી ઓઢા વચ્ચેનો માર્ગ પણ ભારે વરસાદના કારણે તૂટી ગયો છે. પુલ પાસેનો માર્ગ તૂટીને પાણીના વહેણમાં તણાઈ જતાં વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. આ માર્ગ તૂટી જતા 10 જેટલા ગામો પણ અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે. હવે આ સંપર્ક વિહોણા બનેલા ગામના લોકોએ 10 થી 12 કિલોમીટર ફરીને અવરજવર કરવાની નોબત આવી છે. આ માર્ગ તૂટી જતાં અહીંથી પસાર થતા પશુપાલકો, વાહનચાલકો અને વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે એક જ વર્ષમાં બે વાર આ માર્ગ તૂટી જતા લોકો એ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.