ETV Bharat / state

ડીસાના કંસારી ગામે વરસાદી પાણીથી ખેડૂતોના પાકને નુકસાન, પાણીના નિકાલની ખેડૂતોની માગ

ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેતરોમાં બે મહિનાથી પાણી ભરાઇ ગયું છે. ડીસા તાલુકાના કંસારી ગામમાં પણ પાણી ભરાઇ જતા મોટાભાગના ખેતરો બેટ બની ગયા છે. ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ વાવેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતા લાખોનું નુકસાન વેઠી રહ્યા છે.

ખેડૂતોનના પાકને નુકસાન
ખેડૂતોનના પાકને નુકસાન
author img

By

Published : Sep 20, 2020, 11:35 AM IST

ડીસા: બનાસકાંઠામાં વરસાદે વિરામ લીધાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને અગાઉ થયેલા વરસાદના પગલે અનેક વિસ્તારો હજુ પણ બેટ બની ગયેલા છે. વરસાદના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. બે મહિના બાદ પણ અનેક ખેતરોમાં પાણી ભરાયેલા છે તો ગામમાં પણ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ડીસા તાલુકાના કંસારી ગામના ખેડૂતોની આ પરિસ્થિતિ આજની નથી છેલા 5 વર્ષથી આજ રીતે અહીંના ખેડૂતો દર ચોમાસામાં નુકસાન સહન કર છે. અહીંના ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા મગફળી ,બાજરી, તલ સહિતના પાકો નષ્ટ થઈ ગયા છે, પાક નુકસાનના કારણે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે.

ખેડૂતોનના પાકને નુકસાન

અહીંના મોટા ભાગના ખેતરો પાણીના વહેણમાં આવેલા છે જેના કારણે દર વર્ષે અહીંના ખેતરોની આ જ હાલત થાય છે. આ વખતે પણ ડીસા તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે, પરંતુ આટલા સામાન્ય વરસાદમાં પણ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

કંસારી ગામના મોટાભાગના ખેતરોમાં 2 થી 4 ફૂટ જેટલું પાણી હજુ પણ ભરાઈ રહેલું છે, ભારે વરસાદના કારણે છેલ્લા બે મહિનાથી પાણી ભરાયેલું હોવાના કારણે ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે અને હજુ પણ આગામી બે મહિના સુધી પાણી સુકાય તેમ લાગતું નથી. તેના કારણે શિયાળુ પાક પણ ખેડૂતો લઇ શકે તેવી સ્થિતિ અત્યારે દેખાતી નથી. ત્યારે ખેડૂતોને એક નહીં પણ બે સીઝન ફેલ ગઈ છે, વારંવાર નુકસાન થતા ખેડૂતો પોતાની જમીન હોવા છતાં પણ અન્ય જગ્યાએ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાત ચલાવવું પડે છે. કંસારી ગામે એટલા પાણી ભરાયા છે કે જેના કારણે ખેડૂતોને પોતાના સાધનો લઈને પણ પોતાના ઘરે જઈ શકતા નથી.ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.