ETV Bharat / state

ડીસામાં કોલ્ડ્રીંક્સની દુકાન પર આરોગ્ય વિભાગના દરોડા - Health department raids cold drinks store in Deesa

સમગ્ર ગુજરાતમાં ડુપ્લીકેટ વસ્તુના નામથી જાણીતું બનેલું ડીસા શહેર આજે પણ અનેક વસ્તુઓનો ડુપ્લીકેટીંગ કરી રહ્યું છે. ડીસા શહેરમાં કોરોના વાઇરસની મહામારીમાંના જેવા પૈસા કમાવાની લ્હાયમાં વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નજરે પડી રહ્યા છે. ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા GIDC વિસ્તારમાં આજે પણ મોટા પ્રમાણમાં વેપારીઓ આ મામલે પૈસા કમાવવા માટે ડુપ્લીકેટ વસ્તુ તેમજ એક્સપાયર ડેટ થયેલી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.

ડીસામાં કોલ્ડ્રીંક્સની દુકાન પર આરોગ્ય વિભાગના દરોડા

author img

By

Published : Jun 13, 2021, 12:14 PM IST

  • ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં કોલ્ડ્રિંક્સની ફેક્ટરી પર આરોગ્ય વિભાગના દરોડા
  • દરોડા દરમિયાન RC કોલાનો એક્સપાયર ડેટ થયેલો મુદ્દામાલ કરાયો જપ્ત
  • તમામ મુદ્દામાલનો નગરપાલિકા ટીમ દ્વારા નાશ કરાયો

બનાસકાંઠા: કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠામાં ડીસાના પછાત વિસ્તારોમાં એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણા વેચાતા હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે આરોગ્ય વિભાગે GIDC વિસ્તારમાં ડીલરને ત્યાં દરોડા પાડી એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાનો જથ્થો ઝડપી પાડયો હતો અને વેપારીને દંડ ફટકારીને તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

પૈસા કમાવાની લ્હાયમાં વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા

સમગ્ર ગુજરાતમાં ડુપ્લીકેટ વસ્તુના નામથી જાણીતું બનેલું ડીસા શહેર આજે પણ અનેક વસ્તુઓનો ડુપ્લીકેટીંગ કરી રહ્યું છે. ડીસા શહેરમાં કોરોના વાઇરસની મહામારીમાંના જેવા પૈસા કમાવાની લ્હાયમાં વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નજરે પડી રહ્યા છે. ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા GIDC વિસ્તારમાં આજે પણ મોટા પ્રમાણમાં વેપારીઓ આ મામલે પૈસા કમાવવા માટે ડુપ્લીકેટ વસ્તુ તેમજ એક્સપાયર ડેટ થયેલી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે એક તરફ કોરોના વાઇરસની મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે વારંવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં આવા વેપારીઓ ડુપ્લીકેટીંગ કરતા બંધ થઈ શકે તેમ છે.

આ પણ વાંચો: આરોગ્ય વિભાગે વડોદરાની નામાંકિત મીઠાઈ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડી નમૂના એકત્ર કર્યા

ડીસામાં એક્સપાયરડેટ થયેલો RC કોલાનો મુદ્દામાલ જપ્ત

ડીસાના પછાત વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાં વેચાતા હોવાની માહિતી મળતા જ આજે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. એક તરફ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે અને બીજી તરફ ચોમાસામાં પણ રોગચાળો ફેલાવાની શક્યતા હોય છે. જેથી આરોગ્ય વિભાગે તાત્કાલિક એક્સપાયરી ડેટ વાળો માલ વેચતા વેપારીને ત્યાં દરોડા પાડયા હતા. ડીસાના GIDC વિસ્તારમાં તપાસ હાથ ધરતા જ વેપારીને ત્યાંથી મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળા RC ક્યુ માર્ક વાળા ઠંડા પીણાનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક નગર પાલિકાની ટીમને બોલાવી તમામ એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાનો જથ્થાનો નાશ કરાયો હતો. જ્યારે ખાતે ઠંડા પીણા વિસ્તાર વેપારીને દંડ ફટકારી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસામાં કોલ્ડ્રીંક્સની દુકાન પર આરોગ્ય વિભાગના દરોડા

આ પણ વાંચો: ડીસામાં આરોગ્ય વિભાગના દરોડા, વિવિધ દુકાનો પર તપાસ કરી દંડ અપાયો

આરોગ્ય વિભાગની કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં ફફડાટ

કોરોના મહામારીના સમયમાં એક્સપાયરી ડેટ વાળો અને અખાદ્ય ચીજ વસ્તુ વેચનારા વેપારી સામે કડક કાર્યવાહી હાથ ધરાતા અન્ય લેભાગુ વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. જ્યારે આરોગ્ય વિભાગે પણ જનતાને અપીલ કરી છે કે, કોઈપણ ખાદ્ય ચીજવસ્તુ શંકાસ્પદ લાગે અથવા તો એક્સપાયરી ડેટ વાળો માલ વેચાતો હોય તો તાત્કાલિક આરોગ્ય વિભાગની જાણ કરવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.