ડીસાઃ ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં દરેક લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે દર વર્ષે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે. આરોગ્યલક્ષી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના છેવાડાના માનવીનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે દર વર્ષે આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે જે અંતર્ગત આજે ડીસાના શહેરી વિસ્તારના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ અંબે માતાના મંદિર પાસે આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાંં સ્ત્રી નિષ્ણાત, બાળરોગ અને જનરલ ઓપીડી રાખવામાં આવી હતી. આરોગ્ય ચકાસણી કેમ્પમાં સગર્ભા બહેનોને મગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ડીસા આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે શહેરીજનોનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે દરેક વોર્ડમાં આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે ત્યારે આ આરોગ્ય ચકાસણી કેમ્પમાં ડીસાના સિંધી કોલોની વિસ્તારના આજુબાજુના પાંચસોથી પણ વધુ લોકોએ આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ડીસા આરોગ્ય વિભાગના ડોક્ટર જીગ્નેશ હરિયાણી તેમ જ આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર રહી આરોગ્ય ચકાસણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.