ETV Bharat / state

ગુજરાતનું એક માત્ર એવું ગામ જ્યાં નથી ઉજવાતી હોળી, જાણો કેમ? - હોળી ન્યૂઝ

હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ભારે ઉત્સાહથી મનાવવામાં આવે છે, ખાસ કરીને હોળીનો તહેવાર સૌથી વધારે રાજસ્થાનમાં ઉજવવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં એક એવું ગામ છે કે, જ્યાં આજે પણ હોળીની ઉજવણી નથી કરવામાં આવતી. આ ગામમાં હોળીનો દિવસ ફેરવાઈ જાય છે માતમમાં.. આખરે કેમ?...જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં..

gujarat
ગુજરાત
author img

By

Published : Mar 9, 2020, 9:23 AM IST

Updated : Mar 9, 2020, 12:38 PM IST

ડીસાઃ હોળીનો તહેવાર આમ તો ખાસ કરીને રાજસ્થાનનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ વર્ષોથી રાજસ્થાનથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી સમાજના લોકો ગુજરાતમાં જ હોળીના તહેવારની ઉજવણી કરે છે. જેથી તેમની સાથે ગુજરાતના લોકો પણ હોળીની પરંપરાગત ઉજવણી કરે છે. આજે ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે કે, જ્યાં 200 વર્ષથી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવતી નથી, ત્યારે અમે આજે તમને આ ગામની ઇતિહાસ આપને જણાવીશું?

બનાસકાંઠાના ડીસા તાલુકાનું રામસણ ગામ સમગ્ર દેશમાં જ્યાં હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવી ઉલ્લાસ સાથે હોળીના પર્વની ઉજવણી કરે છે. ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોકો હોળીનો પર્વ ઉજવતા નથી. આ એજ ગામ છે જ્યાં આશરે 200 વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી. વર્ષો પહેલા હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી હતી અને આ ગામના અનેક મકાન બળીને રાખ થઈ ગયા હતા. તે બાદ ફરી બે વાર હોળી મનાવવામાં આવી, ત્યારે ફરી આ ગામમાં આગ લાગી હતી અને આખું ગામ આગના લપેટમાં આવી ગયું હતું અને બાદમાં આ ગામના વડીલોએ ભેગા મળીને નક્કી કર્યું કે, આજ પછી રામસણ ગામમાં ક્યારે હોળી પ્રગટાવવામાં આવે નહીં. જો ગામમાં સુરક્ષા રાખવી હોય તો આ ગામમાં ક્યારે હોળી પ્રગટે નહીં, જે પરંપરાને જાળવી રાખી આજે પણ આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી અને માત્ર નારિયેળ મૂકી તેની ફરતે ગામના બાળકોને દંડ ફટકારવામાં આવે છે.

ગુજરાતનું એક માત્ર એવું ગામ જ્યાં નથી ઉજવાતી હોળી, જાણો કેમ?

અસત્ય પર સત્યની જીતના પ્રતીક સમાન હોળીના પર્વમાં હોળીકા દહનનું વિશેષ મહત્વ છે. રાજા હિરણ્યાકશ્યપે પોતાની બહેન હોલિકાને અમર ચુંદડી સાથે પ્રહલાદને આગમાં બેસાડી પ્રહલાદની હત્યા કરવાનો કોશિશ કરી હતી, પરંતુ આગમાં બેસતાની સાથે જ હોળીકાની અમર ચૂંદડી પ્રહલાદ પર આવી ગઈ અને પ્રહલાદનો જીવ બચી ગયો તમે તેની જગ્યાએ હોળિકાનું દહન થઈ ગયું.

સત્ય અને અસત્યની આ જંગમાં સત્યનો વિજય થતા આજે દર વર્ષે હોળી દહનનો પર્વ દેશભરમાં ઉજવાય છે. જો કે, રામસણ ગામમાં સુરક્ષાના કારણે લોકો હોળી પ્રગટાવતા જ નથી અને ગામના વડીલોના આ નિર્ણયને બિરદાવે છે. રામસણ ગામની દંતકથાની વાત કરવામાં આવે તો રાજા રજવાડાના સમયમાં આ ગામમાં હોળીના દિવસે ઋષિ મુનીનો રાજા દ્વારા અર્પણ કરવામાં આવતા ઋષિમુનિએ શ્રાપ આપ્યો હતો કે, જ્યારે જ્યારે આ ગામમાં હોળીના તહેવાર મનાવવામાં આવશે. ત્યારે ત્યારે હોળીની આગ આખા ગામને લપેટમાં લેશે.

આ શ્રાપ બાદ જ્યારે જ્યારે આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવી છે, ત્યારે ત્યારે આ ગામમાં ભયંકર આગ લાગી છે. ત્યારથી ઋષિ મુનિના શ્રાપને યાદ રાખી આ ગામના લોકોએ નક્કી કર્યું કે, આજ પછી આ ગામમાં ક્યારે પણ હોળી પ્રગટાવવામાં આવે નહીં આ વાતને ૨૦૦ વર્ષ જેટલો સમય થયો, પરંતુ આજ દિવસ સુધી આ ગામમાં આજે પણ હોળી પ્રગટાવવામાં આવતી નથી અને હોળી પ્રગટાવવાની જગ્યાએ સાંજે ગામના તમામ લોકો ભેગા મળી નારિયળને વચ્ચે મૂકી અને તેની ફરતે નાના બાળકોને હોળીના દર્શન કરાવવામાં આવે છે. વર્ષો આપેલી વડીલોની પરંપરા આજે પણ આ ગામના લોકો જાળવી રાખે છે.

Last Updated : Mar 9, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.