- પાલનપુર હેડ ક્વાર્ટર ખાતે જીઆરડી ( Grd Recruitment 2021 ) ની ભરતી માટે અરજદારોની ધક્કામુક્કી
- 600 જગ્યા પરની ભરતી માટે હજારો યુવાનો ઉમટી પડતાં અવ્યવસ્થા સર્જાઈ
- પોલીસે ઘટનાસ્થળે આવી મામલો થાળે પાડ્યો
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન વિહોણી યોજાયેલી જીઆરડીની ( Gujarat Gram Rakshak Dal Grd Recruitment 2021) 528 ઉમેદવારો માટેની ભરતીમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરતાં ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અંતિમ સમયે તંત્ર દ્વારા લેખિત પરીક્ષાનો નિર્ણય કરાતા ઉમેદવારો ખફા થયાં છે.
પાલનપુરમાં જીઆરડીની ભરતીમાં અરજદાર ઉમટ્યાં
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે વહેલી સવારથી જીઆરડીની ભરતી પ્રક્રિયા ( Gujarat Gram Rakshak Dal Grd Recruitment 2021) હાથ ધરાઈ હતી. જેમાં શારીરિક કસોટી આપવા માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.પરંતુ એક સાથે તમામ ઉમેદવારોને બોલાવી દેવાતા હજારોની સંખ્યામાં ઉમેદવારો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ હતીઅને ધક્કામુક્કી ( Scuffle in Palanpur GRD Recruitment ) થતા ઉમેદવારોને રઝળવાનો વારો આવ્યો હતો. જેને લઈ શારીરિક કસોટી આપવા વહેલી સવારથી પહોંચેલા ઉમેદવરો લાલઘૂમ થયાં હતા તો વધારે પડતાં ઉમેદવારો ભેગા થઈ જતા ધક્કામુક્કી સર્જતાં પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉઠ્યાં
કોઈપણ પ્રકારનું આયોજન ન હોવાના કારણે તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થયાં છે. મહત્વની વાત છે કે ધોરણ 3 પાસ સુધીના વ્યક્તિઓ માટે યોજાયેલી જીઆરડીની ભરતીમાં ( Gujarat Gram Rakshak Dal Grd Recruitment 2021) મોટા પ્રમાણમાં ઉમેદવારો શારીરિક કસોટી આપવા પહોંચી જતાં હવે તંત્ર દ્વારા શારીરિક કસોટીમાં પાસ થયેલા મેદવારોની લેખિત પરીક્ષાનો નિર્ણય કરાયો છે. ત્યારે તંત્ર દ્વારા લેવાયેલા લેખિત પરીક્ષાના નિર્ણયને લઇ ઉમેદવારો ખફા થયા છે. ઉમેદવારોને અગાઉ જાણ કર્યા વિના જ લેખિત પરીક્ષા ગોઠવાઈ હોવાના આક્ષેપો સાથે લેખિત પરીક્ષા પાછી ખેંચાય તેવી માગ કરી છે.
કોરોના મહામારીને આમંત્રણ
તો બીજી તરફ ભરતી પ્રક્રિયામાં એક સાથે હજારો ઉમેદવારો ઉમટી પડતાં ( Scuffle in Palanpur GRD Recruitment ) કોરોનાની ગાઈડલાઈનના (Corona Guidelines) ધજાગરા ઉડાડતા જોવા મળ્યા મહત્વની વાત છે કે ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે જનતા પાસેથી દંડ વસૂલતો પોલીસ વિભાગ જ ગાઈડલાઈનનો ભંગ કરતો હોય તેવું જોવા મળ્યું હતું. એકસાથે હજારોની સંખ્યામાં ઉમેદવારોને ( Gujarat Gram Rakshak Dal Grd Recruitment 2021) શારીરિક કસોટી માટે બોલાવી દેતાં કોરોનાની ત્રીજી લહેરને આમત્રંણ આપતાં હોય તેવો ઘાટ ઘડાયો છે.
વાવના ધારાસભ્ય પોલીસ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા
મહત્ત્વની વાત એ છે કે જીઆરડી ભરતીમાં ( Gujarat Gram Rakshak Dal Grd Recruitment 2021) વ્યવસ્થા કથળી હોવાનું ( Scuffle in Palanpur GRD Recruitment ) સામે આવતાં જ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (MLA Geniben Thakor) પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દોડી આવ્યાં અને ઉમેદવારો પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી તંત્ર તેમજ ગૃહ વિભાગને રજુઆત કરવા ઉમેદવારોને બાંહેધારી આપી હતી. તો પોલીસ વિભાગે જીઆરડીની ભરતીમાં શારીરિક કસોટી માટે ઉમેદવારો વધુ પાસ થતાં લેખિત પરીક્ષા ગોઠવી હોવાનું રટણ કર્યું હતું.
આ પણ વાંચોઃ મોડાસામાં ગ્રામ રક્ષક દળ ભરતી કેમ્પ યોજાયો
આ પણ વાંચોઃ મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેરહાજર 79 GRD જવાનો ફરજ મોકૂફ કરાયા