ETV Bharat / state

Gujarat Gram Panchayat Election 2021: ડીસા તાલુકાના માલગઢ ગામના લોકોની ચૂંટણીને લઈ પ્રતિક્રિયા

બનાસકાંઠા જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનું (Gram Panchayat election in Banaskantha) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ડીસા તાલુકાની સૌથી મોટી ગણાતી માલગઢ ગ્રામ પંચાયતમાં ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે, જોકે હવે લોકો આ વખતે સત્તા પરિવર્તન ઇચ્છી રહ્યા છે.

Gujarat Gram Panchayat Election 2021: ડીસા તાલુકાના માલગઢ ગામના લોકોની ચૂંટણીને લઈ પ્રતિક્રિયા
Gujarat Gram Panchayat Election 2021: ડીસા તાલુકાના માલગઢ ગામના લોકોની ચૂંટણીને લઈ પ્રતિક્રિયા
author img

By

Published : Nov 26, 2021, 5:02 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ
  • ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ મતદારોમાં ખુશી
  • વિકાસ અને લોકોના વચ્ચે રહેનાર ઉમેદવાર જ વિજય બનશે - ગ્રામજનો

બનાસકાંઠા: ડીસા તાલુકાના સૌથી મોટા ગામ માલગઢ ખાતે આ વખતે ગ્રામ પંચાયતની પણ ચૂંટણી (Gram Panchayat election in Banaskantha) યોજાનાર છે. માલગઢગામની વસ્તી અંદાજીત 22 હજાર જેટલી છે, જેમાં 11 હજાર મતદારો છે. માલગઢ ગામમાં 70 ટકા વસ્તી આજુબાજુના ખેતરોમાં રહે છે, જ્યારે 30 ટકા જેટલી વસ્તી ગામમાં રહે છે. અહીંના સંપૂર્ણ લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ગામના જાતીય સમીકરણોની વાત કરીએ તો 85 ટકા લોકો માળી સમાજના છે, જ્યારે 15 ટકામાં ઠાકોર અને ઇતર સમાજની વસ્તી છે, જેના કારણે આ માલગઢ ગ્રામ પંચાયતમાં દર વખતે માળી સમાજનો ઉમેદવાર વિજેતા થાય છે.

Gujarat Gram Panchayat Election 2021: ડીસા તાલુકાના માલગઢ ગામના લોકોની ચૂંટણીને લઈ પ્રતિક્રિયા

આ પણ વાંચો: ગૃહપ્રધાન બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે, ભાજપ કાર્યાલયનું કર્યું ઉદ્દઘાટન

ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને માલગઢમાં રાજકીય માહોલ સર્જાયો

ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને માલગઢ ગામમાં પણ અત્યારે રાજકીય માહોલ સર્જાયો છે. ગત વખતે ચૂંટણીમાં કરેલા વાયદાઓમાં સરપંચ ઉણા ઉતર્યા છે. ગામના સરપંચ શ્રાવણભાઈ માળી વિકાસના કામો કરવામાં નિષ્ફળ રહ્યા છે. જાહેર માર્ગ, ગટર, સ્ટ્રીટલાઇટ જેવી સમસ્યાથી આજે પણ આ ગામના લોકો પરેશાન છે. ડીસાથી માલગઢ ગામને જોડતી બનાસ નદી પરથી રસ્તો બનાવવાની પણ વર્ષોથી માંગ રહી છે પરંતુ સરપંચ એ દિશામાં કોઈ જ વિકાસ ન કરી શકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામ પંચાયતમાં સત્તા પરિવર્તન આવશે

લોકોનું માનીએ તો માલગઢ ગામના લોકો સત્તા પરિવર્તન ઇરછી રહ્યાં છે અને યુવા સરપંચની ઈચ્છા રાખી રહ્યા છે, ગત ચુંટણીમાં જીતેલા શ્રવણભાઈ માળી સામે શૌચાલય અને સ્ટ્રીટલાઇટ કૌભાંડમાં પણ આક્ષેપો થયા હતા, જેથી આ વખતે સરપંચ તરીકે નવા ઉમેદવારો સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat Gram Panchayat Election 2021: 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી

યુવા ઉમેદવારને વધુ પ્રાધાન્ય મળશે

માલગઢ ગામ એ ડીસાને અડીને અને બનાસ નદીના કિનારે આવેલું છે તેમજ રાજકીય રીતે પણ આ ગામ ખૂબ જ મહત્વ ધરાવે છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ ગામના લોકોની મહત્વની ભૂમિકા રહેતી હોય છે, તેવામાં હવે દસ વર્ષથી સરપંચ તરીકે ચૂંટાતા શ્રવણભાઇ માળીને બદલે હવે લોકો સારા યુવા, અનુભવી અને વિકાસની કેડી પર આગળ લઈ જાય તેવા વ્યક્તિની ઈચ્છા રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.