ETV Bharat / state

બનાસકાંઠામાં સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ - છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ

બનાસકાંઠા (Government job scam in Banaskantha) જિલ્લામાં સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ (Cheating gang caught) છે. જિલ્લા પોલીસે હાલ 2 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠામાં સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ

author img

By

Published : Mar 6, 2022, 9:43 AM IST

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીમાં અનેક કૌભાંડો (Government job scam in Banaskantha) સામે આવી રહ્યા છે. ખાસ કરીને આજે અરજદારો સરકારી નોકરી મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે તેની સાથોસાથ અન્ય લોકો પણ સરકારી નોકરી આપવાના બહાને અરજદારો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. હાલમાં વિદ્યાર્થીઓ સૌથી વધુ સરકારી નોકરી તરફ દોટ મૂકી રહ્યા છે. જેના કારણે આજે ગુજરાતમાં સરકારી નોકરી માટે એક બાદ એક અનેક પરીક્ષાઓમાં કૌભાંડ બહાર આવી રહ્યા છે જેને લઇ ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

બનાસકાંઠામાં સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો: Irregularities in PSI exams: લેભાગુ તત્વોએ ડાયરેકટ પાસ કરવાના 10 લાખ ઉઘરાવ્યાંઃ યુવરાજસિંહ જાડેજા

બનાસકાંઠામાં સરકારી નોકરીમાં કૌભાંડ

બનાસકાંઠા જિલ્લાના વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ જેમ-જેમ શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ આ પછાત પણ દિવસે ને દિવસે ઓછું થઈ રહ્યું છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાંથી એવા અનેક લોકો છે કે જેઓ શિક્ષણ ક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિ ના પંથે જઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં સરકારની પરીક્ષાઓમાં પાસ કરાવી આપવા બાબતે છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં દોઢ વર્ષ અગાઉ એક વ્યક્તિને શિક્ષકની નોકરીમાં પાસ કરવાનું કહી અચારી હતી પાંચ લાખની છેતરપિંડી જે અંગે યુગની ક્ષેત્ર હોવાનું માલૂમ થતાં તેને આરોપીઓ સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે ફરિયાદના આધારે LCB પોલીસે ફરિયાદના આધારે બે વ્યક્તિની અટકાયત કરી વધુ તપાશ હાથ ધરી છે.

સરકારી નોકરી અપાવવાના બહાને આચરી છેતરપિંડી

ગુજરાતમાં પરીક્ષા કૌભાંડોને લઈ સરકાર પર અનેક આક્ષેપો થાય છે. પેપર ફૂટી જવાની ઘટનાઓ પણ અગાઉ બની ચૂકી છે. ત્યારે આ વખતે પરીક્ષાઓને લઈ પોલીસ એલર્ટ બની છે. બનાસકાંઠામાં સરકારી પરીક્ષાઓમાં પાસ કરાવી આપવાની ખાતરી આપી છેતરપિંડી કરનાર 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠા LCB પોલીસે વ્યક્તિની અટકાયત કરી છે આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ અગાઉ એક વ્યક્તિને શિક્ષકની નોકરીમાં પાસ કરાવવાનું કહી 5 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી.જોકે આ છેતરપિંડીમાં યુવક છેતરાયો હોવાનું માલુમ થતાં તેને આરોપીઓએ પાસે પૈસા પાસા માગ્યા હતા તેને લઇ આરોપીઓએ અઢી લાખ રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ બાકીના અઢી લાખ રૂપિયા પરત ન આપતા યુવકે પાલનપુર પશ્ચિમ પોલીસ મધકે 4 સામે ફરિયાદ નોંધાવી હતી જેને લઇ પોલીસે હાલ બે વ્યક્તિઓની અટકાયત કરી હતી અને બીજા બે વ્યક્તિને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો: બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કૌભાંડમાં કોંગ્રેસ અગ્રણીનું નામ આવતા ABVP દ્વારા વિરોધ

પોલીસે 2 આરોપીની અટકાયત કરી

સરકારી નોકરી અપાવવાના બહાને બનાસકાંઠા જિલ્લામાં છેતરપિંડીની ઘટના સામે આવી છે તેને લઈ હાલ પોલીસ સતર્ક બની છે. સરકારી ભરતીમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના બે શખ્સોને ઝડપી પોલીસને અન્ય બે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તાજેતરમા આવનારી પરીક્ષા સાથે સંડોવાયેલા હોય તેવું હાલમાં પોલીસને જાણવા મળ્યું નથી, પરંતુ આરોપીઓ અન્ય ભરતી કૌભાંડમાં સામેલ છે કે નહિ તેને લઇ વધુ તપાસ હાથ ધરી છે. જોકે આવનારી પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ના થાય તે માટે બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.