બનાસકાંઠા સરકારે ગૌશાળા અને પાંજરાપોળ માટે જાહેર કરેલી 500 કરોડ રૂપિયાની જાહેરાત (government announcement for gaushala) હજી સુધી ચૂકવી ન હોવાથી હવે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો રોષે ભરાયા છે. ત્યારે બનાસકાંઠામાં આવા 170 સંચાલકોએ પશુધનને રસ્તા પર છોડી મૂકતા (Gaushala Panjrapole released cattle) પોલીસે તેમની (Banaskanha Police) અટકાયત કરી હતી.
ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની અટકાયત સમગ્ર ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળમાં સરકાર દ્વારા સહાય ન આપતા આંદોલન (government announcement for gaushala) ઉગ્ર બન્યું છે. આજે વહેલી સવારથી જ જિલ્લાની તમામ (Gaushala Panjapole Managers detained) ગૌશાળા અને પાંજરાપોળમાં ગૌશાળાના સંચાલકોએ પશુધનને સરકારી કચેરી તરફ છોડી મૂક્યું હતું. આ તમામ પશુધન સરકારી કચેરીઓ સુધી ન પહોંચે તે માટે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Banaskanha Police) ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ મોટા પ્રમાણમાં પશુધન હોવાના કારણે પોલીસ દ્વારા પશુધનને રોકાઈ શક્યું નહતું.
સંચાલકોએ આપ્યું હતું અલ્ટિમેટમ ગૌશાળા અને પાંજરાપોળની સહાય ન ચૂકવતા ગૌશાળા સંચાલકોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. તેમ છતાં સરકારે સહાય ન ચૂકવતા તેમણે પશુઓને જાહેર રોડ પર છોડી મૂક્યા હતા. જોકે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો અને સરકારી કચેરીઓમાં આવતા પશુઓને અટકાવ્યા હતા. ત્યારબાદ ડીસા પોલીસે (Deesa Police) 10 જેટલા ગૌશાળા સંચાલકોની અટકાયત કરી અને પોલીસ મથકે લવાયા (Gaushala Panjapole Managers detained) હતા.
આંદોલન સમાપ્ત નથી થયું ગૌશાળા સંચાલકોનું કહેવું છે કે, આંદોલન અહીં સમાપ્ત નથી થતું. ગમે તે ઘડીએ આ પશુઓને સરકારી કચેરીઓમાં છોડી દેવાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જો સરકાર તાત્કાલિક સહાય (government announcement for gaushala) જાહેર નહીં કરે તો આંદોલન યથાવત્ રહેશે.