બનાસકાંઠા : સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ અંર્તગત યાત્રાધામ અંબાજીની કાર્મેલ ઇંગલિશ સ્કૂલમાં બાળકોમાં સ્કિલ ડેવલોપમેન્ટને લઈ ફૂડ ફેસ્ટિવલ અને સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિને વિક્સિત કરવા વિવિધ પ્રકારના ફ્રૂડ (ખાદ્યસામગ્રી)જાતે બનાવી શકે અને તેનું વેચાણ જાતે કરી શકે તેમજ બાળકોમાં પોતાના અભ્યાસકાળ દરમિયાન વેપાર વૃતિ ખીલી ઉઠે તે માટે આ એક નવતર અભિગમ સાથે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં પણ બાળકોએ કોઈપણ જાતની આગ એટલે કે બળતણ વગર સ્નેક ફૂડ જેમાં સેન્ડવીચ, સલાડ, આઈસ્ક્રીમ, ભેળ જેવી વિવિધ નાસ્તો તથા સરબત અને લસ્સી જેવા અનેક ફૂડ જાતે બનાવ્યા હતા. તેમજ તેનું વેચાણ પણ કર્યું હતું. આ સાથે બાળકો દ્વારા મોબાઈલની પાવર બેન્ક, પાણીના શુધ્ધિકરણ જેવા ઓછી કિંમતના સાધનો બનાવીને આ વિજ્ઞાનના પ્રયોગ પણ રજૂ કર્યા હતા.