ETV Bharat / state

Fire in Banaskantha: ખાનગી હોસ્પિ.માં આગ લાગતા બાળકોને સરકારી હોસ્પિટલ ખસેડાયા, પણ ડોક્ટરે સારવાર જ ન કરી - સરકારી રેફરલ હોસ્પિટલની બેદરકારી

બનાસકાંઠામાં શિહોરીની બાળકોની ખાનગી હોસ્પિટલમાં અચાનક આગ લાગતાં એક બાળકનું મોત થયું હતું. જ્યારે 2 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હોવાની માહિતી સામે આવી રહી છે. આ સાથે જ હોસ્પિટલમાં બાળકોની સારવારમાં બેદરકારી સામે આવી હોવાનું જણાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.

Fire in Banaskantha: ખાનગી હોસ્પિ.માં આગ લાગતા બાળકોને સરકારી હોસ્પિટલ ખસેડાયા, પણ ડોક્ટરે સારવાર જ ન કરી

author img

By

Published : Mar 15, 2023, 6:16 PM IST

ગ્રામજનોમાં રોષ

બનાસકાંઠાઃ બાળકો એ ભગવાનનું સ્વરૂપ હોય છે. ત્યારે બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં એકાએક આગ લાગી હતી. તેના કારણે એક બાળકનો યમરાજા સાથે ભેટો થયો હતો. આ બનાવના કારણે સરકારી રેફરલ હોસ્પિટલમાં પણ આ બાળકોની સારવારમાં બેદરકારી સામે આવી હતી. તેને લઈને ગ્રામજનોમાં રોષ હતો. ત્યારે શિહોરી પોલીસે અત્યારે તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Vapi Fire: GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

શિહોરી ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનાઃ શિહોરીની ખાનગી બાળકોની હોસ્પિટલમાં સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. તેના કારણે આઈસીયુમાં સારવાર હેઠળ 3 બાળકોમાંથી 1 બાળકનું મોત થયું હતું. જોકે, ડોક્ટર અને ગ્રામજનોએ કાચ તોડી અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં એક બાળકનું મોત થયું હતું. ત્યારબાદ બાળકોને શિહોરીની સરકારી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે પોણા કલાક બાદ પણ સારવાર ન કરતાં બાળકોને આખરે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ગ્રામજનોમાં રોષઃ આ ત્રણેય બાળકો 10 દિવસથી વધારે દિવસોના નહતા. ત્યારે હજી દુનિયા પણ જોઈ નથી અને આ બાળકો સાથે આવી મોટી ઘટના બની હતી. જોકે, તેમના વાલીઓએ પણ રેફરલ હોસ્પિટલના ડોક્ટર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, અમારા બાળકોને સારવાર ન મળી અને જેના લીધે આ બાળકો ગંભીર બન્યો હતો. આમ, રેફરલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને લઈને ગ્રામજનોમાં પણ રોષ છે અને આ ડોક્ટરની બદલી કરવાની પણ માગણી કરી છે.

ડોક્ટરે છટકવાનો પ્રયાસ કર્યોઃ શિહોરીની રેફરલ હોસ્પિટલના જે ડૉક્ટર પર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે તે ડોક્ટરનું કહેવું છે કે, મેં બાળકોની સારવાર કરી છે, પરંતુ ગ્રામજનોએ રોષ સાથે હોસ્પિટલના દરવાજાની તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગ્રામજનોના રોષ સામે ડોક્ટરે પોતાનો બચાવ પક્ષ મૂક્યો હતો અને છટકવાનો પ્રયાસ કર્યો હતો.

આરોગ્ય અધિકારીએ તપાસ હાથ ધરીઃ ખાાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા અને એક બાળકનું મોત થયું હતું. જોકે, રેફરલ હોસ્પિટલની બેદરકારી સામે તાલુકા આરોગ્ય અધિકારી પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે ગ્રામજનોએ પણ રજૂઆત કરતા આ ડૉક્ટરની બેદરકારી સામે આવી હતી અને ડૉક્ટરની બેદરકારીને લઈને જે પ્રકારે રિપોર્ટ તૈયાર થશે અને ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારી સાથે બેસીને નિર્ણય કરાશે.

આ પણ વાંચોઃ Forest Fire in Mangrol : માંગરોળના બણભા ડુંગરના જંગલ વિસ્તારમાં આગ લાગી, જાણો લેટેસ્ટ અપડેટ

યોગ્ય તપાસ બાદ કાર્યવાહી થશેઃ શિહોરીમાં આગની ઘટનાને લઈને દિયોદર ડીવાયએસપી પણ શિહોરી ખાતે દોડી ગયા હતા. પોલીસે પણ આગ લાગવાની ઘટનામાં બચાવ પક્ષની કામગીરી કરી હતી. જ્યારે આગ લાગવાની ઘટનામાં બાળકનું મોત થતા પોલીસે અત્યારે તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને એફએસએલ ફાયર સેફ્ટી અને આરોગ્ય અધિકારીના રિપોર્ટ બાદ જે દોષિત હશે તેમની સામે એફઆઇઆર પણ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.