બનાસકાંઠાઃ પી.એમ કિસાન યોજના અંતર્ગત 18,700 કરોડ રુપિયા ફાળવ્યા છે. જ્યારે દૂધ ઉત્પાદન વધારવા માટે 53 કરોડ, પ્રાણીઓને રસીકરણ માટે 15 હજાર કરોડ તેમજ શાકભાજી સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ માટે 50 ટકા સબસીડીની જાહેરાત કરી છે.
બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ખેતી પર નિર્ભર છે અને અહીંના ખેડૂતોને વારંવાર કુદરતી આપતિઓથી નુકસાન થાય છે. ત્યારે આ વખતે લોકડાઉનના કારણે થયેલા નુકસાનમાં સરકારે જાહેર કરેલી સહાય પૂરતી ખેડૂતો સુધી પહોંચતી નથી. સરકારે ખેડૂતોને મદદ કરવી હોય તો ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પૈસા નાખી અથવા તો બેંક લોનનું વ્યાજ માફ કે લાઇટબિલ માફ કરે તો ખેડૂતો સીધે સીધો અને પુરી સહાય મળી શકે છે અને જો સરકાર આ રીતે ખેડૂતોમાં સહાય આપે તો જ ખેડૂતોને મોટો ફાયદો થઇ શકે તેમ બનાસકાંઠાના ખેડૂત આગેવાનોનું માનવું છે.