ETV Bharat / state

ખેતીમાં નુકસાન વેઠી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પ્રગતિના પંથે - Dr. Yogesh Pawar

દેશમાં સૌ પ્રથમ વખત આંતરકોપ પદ્ધતિની ખેતીની શરૂઆવાત બનાસકાંઠા જિલ્લામાં ઓટોમેટિક પ્લાન્ટરથી વવાયેલા બટાટામાં આંતર પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. બટાકાની સાથે સાથે લસણનું પણ વાવેતરકરવામાં આવ્યું હતુ.

ખેતીમાં નુકસાન વેઠીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પ્રગતિના પંથે

author img

By

Published : Dec 8, 2020, 11:04 AM IST

  • ભારતમાં પ્રથમવાર આંતરકોપ પદ્ધતિની ખેતીની શરૂઆવાત
  • આંતરકોપ ખેતીથી ખેડૂતોને થશે ફાયદો
  • ખેતીમાં નુકશાન વેઠવી રહેલા બનાસકાંઠા જિલ્લા ખેડૂતો પ્રગતિના પંથે

બનાસકાંઠાઃ દેશમાં સૌ પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લામાં ઓટોમેટિક પ્લાન્ટર થી વવાયેલા બટાટામાં આંતર પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ડીસાના જાગૃત ડૉ. યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 5 જગ્યાએ પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાથમિક તબક્કે બટાકાની સાથે સાથે લસણનું પણ વાવેતર કર્યું છે અને આ પ્રયોગમાં સફળતા મળતા જ ખેડૂતોને એટલી જ મહેનત અને એટલા જ ખર્ચમાં વધુ આવક મેળવી શકશે.

ખેતીમાં નુકસાન વેઠીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પ્રગતિના પંથે
ખેતીમાં નુકસાન વેઠીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પ્રગતિના પંથે

બનાસકાંઠાઃ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો

બનાસકાંઠા જિલ્લો રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે. આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લાને પછાત જિલ્લાનું કલંક લાગેલુ છે પરંતુ દિવસેને દિવસે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લો ખેતીમાં અને પશુપાલનમાં પ્રગતિ કરી રહી છે. તેને જોતા હાલ બનાસકાંઠા જિલ્લાનું નામ દેશ અને દુનિયામાં ગુંજતું થયું છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લોએ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સાથો સાથ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હાલ ખેતીની સાથો સાથ પશુપાલન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યા છે અને દૂધમાં સારી એવી કમાણી પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કરી રહ્યાં છે.

ભારતમાં પ્રથમવાર આંતરકોપ પદ્ધતિની ખેતીની શરૂવાત

બનાસકાંઠા જિલ્લોએ રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે. તેમજ દર વર્ષે વરસાદની અનિયમિતતાને કારણે અહીં પાણીની પણ ખૂબ જ તંગી રહે છે. સિંચાઈ માટે તો ઠીક પરંતુ ઉનાળામાં તો ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોએ પીવાના પાણી માટે પણ બે પાંચ કિલોમીટર સુધી દૂર જવું પડતું હોય છે, તેમ છતાં પણ અહીંના મહેનતુ, દીર્ઘદ્રષ્ટિ વાળા અને હંમેશા ટેકનોલોજી યુક્ત ખેતી કરતા ખેડૂતો ખેતીના ધંધામાં દર વર્ષે અવનવું કરતા રહે છે. ત્યારે હવે દેશમાં સૌ પ્રથમ વખત ઓટોમેટિક પ્લાન્ટ થી વવાયેલા બટાટાના પાકમાં આંતર પાકનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ડીસાની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડૉક્ટર યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ પાંચ જગ્યાએ આ પ્રયોગ કરવામાં આવ્યો છે. ડૉક્ટર યોગેશ પવારે પાંચ પ્રગતિશીલ ખેડૂતોને ત્યાં પ્રાથમિક તબક્કે ઓટોમેટિક પ્લાન્ટ થી બનાવેલા બટાટાનાની સાથે સાથે લસણનું વાવેતર કરાવ્યું છે અને આ પ્રયોગમાં સફળતા મળ્યા બાદ ખેડૂતોને ઓછી મહેનત અને ઓછી મૂડી રોકાણમાં વધુ નફો રળતા થઈ જશે.

આંતરકોપ ખેતીથી ખેડૂતોને થશે ફાયદો

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે 70 હજાર હેક્ટરથી પણ વધુ જમીનમાં બટાકાનું વાવેતર કરવામાં આવે છે. એટલે જ તો અહીં ગુજરાતમાં સૌથી વધુ 200 જેટલા કોલ્સ સ્ટોરેજ આવેલા છે પરંતુ છેલ્લા પાંચ-સાત વર્ષે બટાટામાં સતત મંદીના કારણે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. તેવામાં બટાટામાં આંતર પાકથી ખેડૂતોની આવક વધશે અને ખેડૂતો મોટો લાભ થશે, વળી બટાટાની સાથે-સાથે લસણનું આંતર પાક તરીકે વાવેતર કરવામાં આવે તો અન્ય વધારાનું કોઇ પણ પ્રકારનું ખાતર કે દવા નાખવી પડતી નથી. બટાટામાં નાખવામાં આવેલા ખાતર અને પાણીની સાથે સાથે લસણનું પણ ઉત્પાદન થઈ જાય છે. જેથી ખેડૂતોને બટાટાના વાવેતરના ખર્ચમાં જ વધારાની આવક થઈ જાય છે.

ખેડૂતો પ્રગતિના પંથે

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ખેતીમાં પારાવાર નુકસાન કરી રહ્યા હતા. જેના કારણે મોટાભાગના ખેડૂતો ખેતી છોડી અન્ય વ્યવસાય સાથે જોડાયા હતા પરંતુ જેમ-જેમ ખેતીમાં નવી નવી ટેક્નોલોજી આવી છે તેના કારણે હવે ખેડૂતો ફરી એકવાર ખેતી તરફ વળી રહ્યા છે અને દર વર્ષે ભારત દેશમાં ખેતી માં આવતી નવી નવી ટેકનોલોજીના કારણે હાલ સારી કમાણી કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે ભારત દેશમાં આવેલી નવી ટેકનોલોજીના કારણે ખેડૂતોને હાલ ખેતીમાં સારો એવો ફાયદો થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.