ETV Bharat / state

બનાસકાંઠાનાં ડીસા તાલુકામાં ખેડૂતોને ખાતર ન મળતાં રોષની લાગણી મળી જોવા

રાજ્યમાં હાલ રવિ સિઝન એટલે કે શિયાળુ પાકનું વાવેતર ચાલી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વાવેતર સમયે જ રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે અને ખાતર ન મળવાનાં કારણે ખેડૂતોને પાક ભારે નુકસાન થઇ રહ્યું છે.

બનાસકાંઠાનાં ડીસા તાલુકામાં ખેડૂતોને ખાતર ન મળતાં રોષની લાગણી મળી જોવા
બનાસકાંઠાનાં ડીસા તાલુકામાં ખેડૂતોને ખાતર ન મળતાં રોષની લાગણી મળી જોવા
author img

By

Published : Nov 8, 2021, 7:10 PM IST

  • સરકાર દ્વારા તાત્કાલીક ખાતર પૂરું પાડવા ખેડૂતોની માંગ
  • ડીસામાં વાવણીનાં સમયે ખાતરની અછત સર્જાઇ
  • ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

ડીસા : બનાસકાંઠા જિલ્લો તે વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે. ખેડૂતો હાલમાં મોંઘા બિયારણો લાવીને ખેતરોમાં વાવેતર કરી રહ્યાં છે. ડીસા તાલુકામાં સૌથી વધુ બટેટાનું વાવેતર થાય છે પરંતુ ખેડૂતોને બટેટાનાં પૂરતાં ભાવ ન મળતાં નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ બટેટાનાં વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

બનાસકાંઠાનાં ડીસા તાલુકામાં ખેડૂતોને ખાતર ન મળતાં રોષની લાગણી મળી જોવા

રાસાયણિક ખાતરમાં અછત

ડીસામાં ખેડૂતોએ બટેટાનાં વાવેતર માટે ખેતરો તૈયાર કરી દીધા છે પરંતુ બટેટાનાં વાવેતર પહેલા જ રાસાયણિક ખાતરમાં અછત જોવા મળી રહી છે. ખેડૂતો છેલ્લા દસ દિવસથી ખાતર માટે સતત ધક્કા ખાઇ રહ્યાં છે. પૂરતું ખાતર ન મળવાથી ખેડૂતો વાવેતરમાં મોડા પડી શકે છે. એક તરફ વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં વાવેતર થઇ શકે તેવી સ્થિતિ નથી તો ક્યાંક વાવેતર થાય જેવા પાણી છે તો ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું ન હોવાથી ખેડૂતોની સ્થિતિ હાલ ખુબજ દયનીય બની રહી છે.

ખાતરમાં ભાવ વધારો

ખાતરનાં વેપારીઓ જણાવી રહ્યાં છે કે, છેલ્લા ઘણા સમયથી બજારોમાં ખાતરની અછત જોવા મળી રહી છે. જેના કારણે હાલમાં ખેડૂતો ખાતર વગર પાછા જઈ રહ્યા છે તેમજ બટેટાનાં વાવેતરમાં વપરાતા વિવિધ કંપનીના ખાતરો કંપની માંથીજ ન આવવાનાં કારણે હાલમાં ખાતરની તંગી સર્જાઇ છે ત્યારે આગામી સમયમાં ખાતર આવતાની સાથે જ તંગી દૂર થશે. એક તરફ ઇફકો અને સરદાર કંપનીએ ખાતરમાં ભાવ વધારો કર્યો છે અને બીજી તરફ વાવેતરનાં સમયે જ ખાતરની અછત ઉભી થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે જોકે સરકાર અને ખાતરની કંપનીઓ ખેડૂતોને સમયસર ખાતર મળે તેવી વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ પણ છે.

આ પણ વાંચો : ફાધર વાલેસને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ એનાયત, જાણો શા માટે કહેવાયા સવાયા ગુજરાતી...

આ પણ વાંચો : Wankaner Accident : કણકોટ નજીક કાર કૂવામાં ખાબકી, પરિવારના 4 સભ્યોના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.