બનાસકાંઠા: જિલ્લોએ મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત જીલ્લો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા હતા. ખેડૂતો પશુપાલન અને ખેતી કરી શકતા ન હતા. ત્યારે ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક નદી નાળા છલકાયા છે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં નવા નીર ની આવક ચાલુ થઈ છે. જેને લઇને દાંતીવાડા ડેમ ભરાયો છે.
"દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. અમે ડેમ જોવા માટે આયા છીએ આમ તો દિવસે દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા હતા. પણ જે પ્રમાણે આ ડેમમાં પાણી આવ્યું છે. તેથી આ પાણી બનાસ નદીમાં છોડવામાં આવશે અને અમને હવે એવું લાગી રહ્યું છે કે પાણીના તળ ઊંચા આવશે અને અમે હવે ખેતી અને પશુપાલન કરી શકીશું"--ખેડૂતો (બનાસકાંઠા)
ડેમની વિગતવાર માહિતી: બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક ચાલુ થઈ છે. જેમાં હાલમાં દાંતીવાડા ડેમમાં 594.40 ફૂટ પાણી સ્ટોક થયું છે અને હાલ જે પાણી આવી રહ્યું છે તે 10 હજાર 25 ક્યુસેક પાણી આવી રહ્યુ છે. દાંતીવાડા ડેમમાં પાણી જે આવ્યું છે તેની ટકાવારીમાં જો વાત કરવામાં આવે તો હાલમાં 73.49% પાણી છે દાંતીવાડા ડેમની ભજનો સપાટી 604 છે.
વરસાદ પડ્યો: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિવસેને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા હતા. ખેડૂતો પશુપાલન અને ખેતી કરી શકતા ન હતા. તેથી ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણી આવ્યું છે. હજુ જો વધારે પાણી આવે તો દાંતીવાડા ડેમમાંથી પાણી બનાસ નદીમાં છોડવામાં આવશે. જેથી બનાસકાંઠાના પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકશે તેવી આશા બંધાણી છે.