ETV Bharat / state

ડીસામાં કોલ્ડ સ્ટોરેજના વેપારીઓ સામે ખેડૂતોની નારાજગી, કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

બટાટા નગરી ડીસામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા ભાડામાં વધારો કરતા ભારતીય કિસાન સંઘ ઉગ્ર બની છે. કિસાન સંઘે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા લેવાયેલા વધારાના નિર્ણય મોકૂફ કરવા માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.તો આ સાથે આગામી સમયમાં કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા ભાવ ઘટાડો કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી આપી હતી.

ખેડૂતોની નારાજગી
ખેડૂતોની નારાજગી
author img

By

Published : Feb 8, 2021, 10:16 AM IST

  • ડીસામાં કોલ્ડ સ્ટોરેજ વેપારીઓ દ્વારા ભાવ વધારો કરતા ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર
  • કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા કોઈપણ પ્રકારનો ભાવ વધારો ઝીંકાયા નથી
  • ભાવ ઘટાડવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી
  • કોલ્ડ સ્ટોરેજમાં 5 ટકાનો ભાવ વધારો
  • બનાસકાંઠા જિલ્લામાં 200 કોલ્ડ સ્ટોરેજ

    ડીસા : બનાસકાંઠામાં ડીસા અને તેની આજુબાજુના પંથકમાં સૌથી વધુ બટાટાની ખેતી થાય છે. બટાટાની ખેતી પર આ વિસ્તારના ખેડૂતો નિર્ભર છે, પરંતુ આ વર્ષે એકાદ કોલ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા બટાકા સંગ્રહ માટેના ભાવ વધારો કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ ખેડૂતો તેમજ કિસાન સંઘના હોદ્દેદારોએ દિશા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યા છે, તે પાછો ખેંચાય તેવી માગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું.ખેડૂતોની માગ છે કે, આવા વધારાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થશે.
    કોલ્ડ સ્ટોરેજના વેપારીઓ સામે ખેડૂતોની નારાજગી

કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનનો આવેદનપત્રને લઇ નિવેદન
ખેડૂતોને આપેલા આવેદનપત્ર બાદ કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન પણ પોતાનો પક્ષ મૂક્યો હતો. તેમનું કહેવું છે કે, છેલ્લા પાંચ વર્ષથી કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા કોઈપણ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લા પાંચ વર્ષમાં પહેલા ડીઝલ અને ઓઇલના ભાવમાં વધારો થયો હતો જે બાદ એમોનિયા ગેસના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે હવે બટાટા સંગ્રહિત કરવું તે કોલ્ડ સ્ટોરેજના માલિકોને પોસાય તેમ નથી, જેથી સામાન્ય ભાવવધારો અત્યારે કરવામાં આવ્યો છે. સરકાર જો બટાટામાં MSP ભાવ નક્કી કરે તો આ તમામ મુદ્દાઓનું કાયમી નિકાલ લાવી શકાય તેમ છે. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ગણપતલાલ કરવા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી નીચુ કોલ્ડ સ્ટોરેજનું ભાડું ડીસામાં લેવામાં આવે છે. ત્યારે હાલમાં જે પ્રમાણે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનો ખરેખર ખેડૂતોએ વિરોધ કરવો ન જોઈએ.

ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી

ડીસામાં 200થી પણ વધુ કોલ્ડ સ્ટોરેજો આવેલા છે, જે ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ ડીસામાં માનવામાં આવે છે. ત્યારે જે પ્રમાણે કોલ્ડ સ્ટોરેજ માલિકો દ્વારા બટાટા રાખવા માટે ખેડૂતો પાસે ભાવ વધારો કરવામાં આવે છે, તે અંતર્ગત કિસાન સંધે ભાવવધારો પરત ખેંચવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.