ETV Bharat / state

ડીસામાં ફરી એક વખત બટાકાના ખેડૂતોના માથે આફત: સહાય માટે કરાઈ રજૂઆત - Deesa News

બનાસકાંઠાના ડીસામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને બટાકાનો સંગ્રહ કરતા કોલ્ડ સ્ટોરેજોના લોન ખાતા NPA થતા બેન્ક દ્વારા સીલ ન કરવામાં આવે તેવી માગણી સાથે રજૂઆત કરી હતી અને જો બેન્કો દ્વારા જોહુકમી કરાશે તો ખેડૂતોએ ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

ડીસામાં ફરી એક વખત બટાકાના ખેડૂતોના માથે આફત

author img

By

Published : Apr 6, 2021, 6:14 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 66 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર
  • બટાટામાં ભાવના મળતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
  • ડીસાના કોલ્ડ સ્ટોરેજ માલિકો પર વધુ એક આફત

બનાસકાંઠા: ડીસા તાલુકામાં સૌથી વધારે બટાકાની ખેતી થાય છે. ત્યારે બટાકાનો સંગ્રહ કરવા માટેના કોલ્ડ સ્ટોરેજના લોન ખાતા NPA થતા બેન્ક દ્વારા સીલ કરી દેવામાં આવ્યા હતા. જેથી ખેડૂતો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને લોન ખાતા સીલ ન કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

ડીસામાં ફરી એક વખત બટાકાના ખેડૂતોના માથે આફત

આ પણ વાંચો: બટાકામાં ભયંકર મંદી વચ્ચે પણ બનાસકાંઠાના 20 ટકા ખેડૂતોને મળ્યાં બજારભાવથી પણ ડબલ ભાવ

આ વર્ષે 66 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર

જિલ્લાના ડીસા તાલુકામાં સૌથી વધુ બટાકાની ખેતી થતી હોવાથી ડીસાને બટાકાની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. બટાકાના વાવેતરની શરૂઆત વર્ષો પહેલા બનાસ નદીમાંથી થઈ હતી. બનાસ નદી સૂકાઈ જતા ખેડૂતો બટાકાનું વાવેતર પોતાના ખેતર તરફ લઈ ગયા હતા. છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાના ભાવમાં મંદી ભોગવતા હતા. ત્યારે આ વર્ષે બટાકાના સારા ભાવ આવતા ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવીને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 66 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર થયુ છે.

આ પણ વાંચો: બટાકાના ઉત્પાદનનું હબ વિજાપુરમાં ખેડૂતોને ભાવ ન મળતા નિરાશ

ડીસાના કોલ્ડ સ્ટોરેજ માલિકો પર વધુ એક આફત

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બટાકામાં વારંવાર મંદીના કારણે અનેક ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે. તેમાંથી કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ બાકાત રહ્યા નથી. આ કોલ્ડ સ્ટોરેજ માલિકોના લોન ખાતા NPA થતા બેન્કો દ્વારા હવે કોલ્ડ સ્ટોરેજ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થતા મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ હાઉસ ફૂલ થઈ ગયા છે. જ્યારે બીજી તરફ જે કોલ્ડ સ્ટોરેજમાં બટાટા મૂકવામાં આવ્યા છે, એવા પણ કેટલાક સ્ટોરેજને બેન્ક દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે, તેવી માહિતી મળતા સ્ટોરેજમાં જે ખેડૂતોના બટાકા પડ્યા હતા, તેવા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ મંદીને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે, તો બીજી તરફ હવે સ્ટોરેજમાં બટાકા પડ્યા હોય અને બેન્ક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને વધારે નુક્સાન થાય તેમ છે.

આ પણ વાંચો: અરવલ્લી બન્યું પ્રોસેસિંગ બટાકા માટેનું હબ

ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજના માલિકોએ સહાય માટે આવેદનપત્ર આપ્યું

ચાલુ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાના તમામ કોલ્ડ સ્ટોરેજો બટાકાની આવકથી ભરાઈ ગયા છે. અત્યારે ગરમીની સિઝનમાં જો બટાકાને એક સ્ટોરેજમાંથી બીજા સ્ટોરેજમાં ટ્રાન્સફર કરવામાં આવે, તો પણ બટાકા બગડી જવાની સંભાવના વધી જાય છે. એવામાં NPA થયેલા સ્ટોર માલિકોને ડિસેમ્બર મહિના સુધી કાર્યવાહીથી રાહત આપવામાં આવે તેવી માગ સાથે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જો તેમ છતાં પણ બેન્ક દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો: બટાકા નગરી ડીસામાં બટાકાની પુષ્કળ આવક, કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણ ભરાયા

જાણો શું કહે છે કોલ્ડરૂમના માલિક?

આ અંગે કોલ્ડ સ્ટોરેજના માલિક ગોરધનભાઈ માળીએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી બટાકામાં મંદી છે અને આ વર્ષે પણ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવીને ખેતરમાં વાવેતર કર્યું હતું અને ભાવ ન મળતા તમામ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા છે. આવા સમયે બેન્કો દ્વારા કોલ્ડ સ્ટોરેજ ધારકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે ત્યારે જ્યાં સુધી ખેડૂતો પોતાના બટાકાનો જથ્થાનો કોલ્ડ સ્ટોરેજમાંથી યોગ્ય રીતે નિકાલ ન કરે, ત્યાં સુધી બેન્ક દ્વારા કાર્યવાહી રોકવામાં આવે, તેવી માગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું.

આ પણ વાંચો: ભારે મંદી વચ્ચે પણ ઇસ્માઇલભાઈએ બટાકા વેચી 48 લાખનો કર્યો નફો

જાણો શું કહે છે ખેડૂત?

આ અંગે ખેડૂત મદનભાઈ સોનીએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર થયું છે અને જેના કારણે તમામ કોલ્ડ સ્ટોરેજ બટાકાથી ભરાઈ ગયા છે. ત્યારે બેન્કો દ્વારા તાત્કાલિક ધોરણે કોલ્ડ સ્ટોરેજ સામે કરવામાં આવતી કાર્યવાહી રોકવામાં આવે જેથી આવનારા સમયમાં બટાકામાં ખેડૂતોને અને કોલ્ડ સ્ટોરેજ માલિકોને નુકસાન ન આવે. સરકાર પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપીને ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજોના માલિકોને યોગ્ય સહાય આપવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે આગામી સમયમાં જો બેન્કો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.