ETV Bharat / state

પદ્મશ્રી ગેનાજી પટેલને સતાવી રહી છે દાડમના પાકમાં આવેલી આ સમસ્યા, વાતાવરણની અનિશ્ચિતતાની અસર

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં વર્ષ 2005થી શરૂ થયેલી દાડમની ખેતી ખેડૂતોને સારી કમાણી કરી આપી હતી. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી સતત નુકસાનના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે હાલ દાડમની ખેતીમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ગેનાજી પણ દાડમના પાકને લઈ સરકાર પાસે સહાયની માગ કરી રહ્યાં છે.

પદ્મશ્રી ગેનાજી પટેલને સતાવી રહી છે દાડમના પાકમાં આવેલી આ સમસ્યા, વાતાવરણની અનિશ્ચિતતાની અસર
પદ્મશ્રી ગેનાજી પટેલને સતાવી રહી છે દાડમના પાકમાં આવેલી આ સમસ્યા, વાતાવરણની અનિશ્ચિતતાની અસર
author img

By

Published : Nov 6, 2020, 8:41 PM IST

  • લાખણીના ગેનાજી પટેલે કરી હતી દાડમની ખેતીની શરૂઆત
  • ગેનાજી પટેલને દાડમની ખેતીના પ્રદાન માટે મળ્યો છે પદ્મશ્રી એવોર્ડ
  • ગેનાજી પટેલની સરકાર પાસે સહાયની માગણી

    લાખણી-બનાસકાંઠા-ગેનાજી પટેલને દાડમની ખેતી કરવાનો વિચાર 2004માં મહારાષ્ટ્રની દાડમની ખેતી જોઇ આવ્યો હતો. તેમણે વતન આવી સરકારી ગોળિયામાં દાડમની ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રમાંથી દાડમના રોપા લાવ્યા અને બંજર જમીનમાં ખેતીમાં સફળતા મેળવી હતી. 15 વર્ષ પહેલાં દાડમની ખેતી મોંઘી હતી, ખેડૂતો વિચારી શકતા ન હતાં કે દાડમમાંથી મોટી આવક પણ મેળવી શકાય છે, અને આખા ગુજરાતને અડધા ભાવે દાડમ ખવડાવી શકાય .બનાસકાંઠાના લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામના ખેડૂત ગેનાભાઈ દરઘાભાઈ પટેલ બન્ને પગે પોલીયો થઈ જતાં અપંગ છે. છાણ અને ચીકણી માટીથી ગેનાભાઈનું ઘર લીંપાયેલું અને દાડમથી ઘેરાયેલું છે. ઘરની ઓસરીમાં તેમની સફળતાની સાક્ષી પુરતી તસવીરો લાગેલી છે.
    સરકારે આજદિન સુધી ખેડૂતોને દાડમના પાકમાં સહાય આપી નથી

  • 50,000 ખેડૂતો દાડમની ખેતી તરફ વાળ્યાં હતાં

અપંગ હોવા છતાં તેઓ જાતે ટ્રેક્ટર અને કાર ચલાવે છે. તેઓ એવું માને છે કે ધારો તો બધું જ કામ થઈ શકે. 15 વર્ષમાં ગેનાભાઈની પ્રેરણાથી ગુજરાત અને રાજસ્થાનમાં 50 હજાર ખેડૂતોને 40 હજાર હેક્ટરમાં 4 કરોડ દાડમના વૃક્ષો ઉગાડવાની પ્રેરણા તેમણે આપી છે. તેથી તેમને દાડમ દાદા તરીકે લોકો ઓળખવા લાગ્યા છે. ગોળિયા ગામ આજે દાડમના ગામ તરીકે રાજ્યભરમાં જાણીતુ થયું છે. ગામ વેરાન પ્રદેશમાં આવેલું છે. પાણીની મોટી તકલીફ છે ગામમાં 1500 વીઘા જમીન અને 150 ખેડૂતો છે. તમામ દાડમ વાવે છે.અને હેક્ટરે 20 થી 22 ટન દાડમ પેદા કરે છે.રાજ્યમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં બીજા નંબર પર બનાસકાંઠા જિલ્લો છે. 6,800 હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં 1.08 લાખ ટનથી 1.12 લાખ ટન થાય છે, લાખણી તાલુકામાં 5000 હેક્ટરમાં દાડમ ઉગાડવામાં આવ્યા છે. ગુજરાતમાં 24,000 હેક્ટરમાં દાડમના બગીચામાં 3.50 થી 3.45 લાખ મેટ્રિક ટન દાડમ પેદા થાય છે. દેશની સરખામણીએ 11 ટકા હિસ્સો ગુજરાતનો છે. કચ્છમાં 8023 હેક્ટરમાં વાવેતર છે જે રાજ્યમાં સૌથી વધુ છે.ગેનાજી દરગાજી પટેલ પાસે 5 હેક્ટર જમીન છે. તેમના ખેતરમાં દાડમ વાવે છે. હવે આ ખેતર કૃષિ વિશ્વ વિદ્યાલય જેવું બની ગયું છે. 1 લાખ ખેડૂતો અહીં મુલાકાત લઈ ગયા છે. આખા ગુજરાતને સસ્તા દાડમ ખવડાવવા માટે ગેનાભાઈનો આભાર માને એટલો ઓછો છે. પુષ્કળ ઉત્પાદન લાવીને નીચી ઉત્પાદકતા લાવીને દાડમનો ભાવ તેઓ સાવ નીચે લાવી શક્યા છે. કોઈ કૃષિ વિશ્વ વિદ્યાલય ન કરી શકે એવું કામ ગેનાભાઈએ કર્યું છે. અહીંના ખેડૂતો ઘઉં અને બટાકા ઉગાડતાં હતા. ત્યારે દાડમ ઉગાડવા માટે કોઈ તૈયાર ન હતું. સ્થાનિક બહુ ભાવ ન આવ્યો પણ એક કંપનીએ તેમના ખેતરમાં બધા દાડમ રૂ.42ના ભાવે ખરીદી લેવાનું શરૂ કર્યું ત્યારથી ભાવ ઊંચકાયા હતાં. પછી તો ઈન્ટરનેટ દ્વારા તેઓ પોતાનો માલ વેચવા લાગ્યા હતાં.

પાંચ વર્ષથી સતત નુકસાનના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો

  • ગેનાજી પટેલને દાડમની ખેતીમાં પદ્મશ્રી એવોર્ડ

    2013માં આઈઆઈએમ-એ - ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ખાતે તેઓ ભાષણ આપવા આવ્યા હતા. સૃષ્ટિ સંસ્થાએ તેમને પહેલો એવોર્ડ આપ્યો હતો. ત્યારથી તેઓ જાણીતા બન્યા અને પછી સરકાર પણ તેની પાછળ દોડતી થઈ હતી. જેથી દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલને વર્ષ 2017માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 2017 સુધીમાં 18 એવોર્ડ અને 2020 સુધીમાં 40 એવોર્ડથી ગેનાજીનું સન્માન થયું છે. 9 રાષ્ટ્રીય અને 2 આંરરાષ્ટ્રીય એવોર્ડ તેમને મળેલા છે. 19 જુલાઈ 2019ના રોજ યુનાઈટેડ કિંગડમ હાઉસ ઓફ કોમર્સ, બ્રિટીશ પાર્લામેન્ટ લંડન ખાતે આયોજીત એવોર્ડ માટે પદ્મશ્રી ગેનાજીની પસંદગી કરવામાં આવી હતી. ઈઝરાયલે પણ તેમને એવોર્ડ આપેલો છે.
    દાડમની ખેતીમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ગેનાજી પણ દાડમના પાકને લઈ સરકાર પાસે સહાયની માગ કરી રહ્યાં છે.

  • ગેનાજી પટેલની સરકાર પાસે સહાયની માગણી આ માટે છે

    બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોળિયાના ગેનાજી પટેલે 2005થી શરૂ કરેલી દાડમની ખેતીએ તેમને અનેક એવોર્ડ અપાવ્યાં છે. પરંતુ સતત દાડમના પાકને નુકસાનના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. અનેકવાર અન્ય પાકોની જેમ સરકાર લાખણીના ખેડૂતોને સહાય કરે તેવી માગણી કરવામાં આવી છે પરંતુ સરકારે આજદિન સુધી ખેડૂતોને દાડમના પાકમાં સહાય આપી નથી. જેના કારણે હાલ ખેડૂતો દાડમના પાક નીકાળવા મજબૂર બન્યાં છે ત્યારે દાડમના પાકમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ગેનાજી પણ દાડમમાં ખેડૂતોને સહાય કરવા માટે સરકારમાં અનેકવાર રજૂઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.