ETV Bharat / state

Exam: આવતીકાલથી ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ: તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

આવતીકાલથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની તમામ પરીક્ષા કેન્દ્રો આજે સેનિટાઇઝર કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા અને કોરોના ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપવા માટેની પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

exam
exam
author img

By

Published : Jul 14, 2021, 8:06 PM IST

  • કોરોના વાઈરસની મહામારીમાં વિદ્યાર્થીઓ સંક્રમણ ન વધે તે માટે શાળાઓ બંધ
  • ચાર મહિનાના સમયગાળા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે શાળામાં આવશે
  • બોર્ડની પરીક્ષાના રીપીટર વિદ્યાર્થીઓ માટે તમામ કેન્દ્રોને સેનીટાઇઝર કરાયા
  • આવતીકાલે તમામ વિદ્યાર્થીઓને કોરોના ગાઇડલાઇન મુજબ પરીક્ષા માટે પ્રવેશ અપાશે

બનાસકાંઠા: આવતીકાલથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ (Board examination for standard 10 and 12 students) શરૂ થઇ રહી છે. તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની તમામ પરીક્ષા કેન્દ્રો આજે સેનીટાઇઝર કરવામાં આવ્યા હતા અને આવતીકાલથી જ્યારે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તેને લઈને વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા અને કોરોના ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપવા માટેની પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

કોરોના વાઈરસની મહામારીમાં વિદ્યાર્થીઓ સંક્રમણ ન વધે તે માટે શાળાઓ બંધ

આ પણ વાંચો: ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ગુરૂવારથી થશે શરૂ

કોરોનામાં શાળાઓ બંધ

છેલ્લા બે વર્ષથી કોરોના વાઈરસ (Corona virus)ની મહામારીના કારણે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વધતાં જતાં કોરોનાવાઈરસના કેસના કારણે વિદ્યાર્થીઓમાં કોરોના વાઈરસનો સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા ગુજરાતની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ કોરોના વાઈરસની વિકરાળ મહામારીના કારણે બોર્ડની તમામ પરીક્ષાઓ બંધ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી શાળાઓ બંધ રહેતા તેની સીધી અસર વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. આ વર્ષે પણ જે પ્રમાણે કોરોના વાઈરસનું સંક્રમણ વધ્યું હતું તેના કારણે બનાસકાંઠા જીલ્લાની તમામ શાળાઓ પણ બંધ કરવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર મોટી અસર જોવા મળી રહી છે.

ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ

ચાલુ વર્ષે જે પ્રમાણે કોરોના વાઈરસ (Corona virus)ની મહામારી વધી હતી તેના કારણે અસંખ્ય લોકો મોતને ભેટયા હતા. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં કોરોના વાઈરસનું સંક્રમણ ન વધે તે માટે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. દિવસેને દિવસે જે પ્રમાણે કોરોના વાઈરસની મહામારી ફેલાઈ રહી હતી તેના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી હતી અને આ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવામાં આવ્યા હતા.

આવતીકાલથી ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ

ત્યારે ચોક્કસથી કહી શકાય કે, જે પ્રમાણે કોરોના વાઈરસનું સંક્રમણ હતું તેના કારણે સરકાર દ્વારા શાળાઓ બંધ કરવામાં આવતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર જોવા મળી હતી. તો આ તરફ ગુજરાત સરકાર દ્વારા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું ન હતું અને કોરોના વાઈરસની મહામારી ઓછી થાય ત્યારે આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો સરકારે નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: Exam Receipt Upload, ધો.12 રીપીટર વિદ્યાર્થીઓને શાળામાંથી આ તારીખે મળશે...

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાશે

કોરોના વાઈરસ (Corona virus)ની મહામારી બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવતી કાલે 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષાઓ તારીખ 15 જુલાઈ થી 28 જુલાઈ સુધીનું આયોજન થઈ રહ્યું છે.જેમાં SSC બોર્ડની પરીક્ષાઓ 31 કેન્દ્રો, 126 બિલ્ડીંગ અને 25,258 વિદ્યાર્થી, જ્યારે HSC સામાન્ય પ્રવાહ માટે 1 કેન્દ્ર પર 31 બિલ્ડીંગ માં 7,928 વિદ્યાર્થીઓ ,HSC વિજ્ઞાન પ્રવાહના 1 કેન્દ્ર પર 4 બિલ્ડીંગ પર 718 વિદ્યાર્થી પરિક્ષા આપશે. આમ આવતીકાલથી શરૂ થતી પરીક્ષાઓ ને લઇ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ

આવતીકાલથી જ્યારે બોર્ડની પરીક્ષાઓ યોજવા જઇ રહી છે તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક માં જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ સ્ટાફ , UGVCLના અધિકારીઓએ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સૂચના આપવામાં આવી છે .આ પરીક્ષાઓમાં SSC બોર્ડની પરીક્ષાનું સંચાલન ત્રણ જોનમાં એટલે કે થરાદ ,ડીસા પાલનપુરમાં થશે. જ્યારે HSCનું તમામ સંચાલન પાલનપુરથી કરવામાં આવશે. પરીક્ષાઓ શરૂ થાય ત્યારે વિદ્યાર્થીમાં કોઈપણ પ્રકારના કોરોના લક્ષણો જણાશે તો તેવા વિદ્યાર્થીઓ માટે અલગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

તમામ શાળાઓ સેનીટાઈઝ કરાયા

બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે જ્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે કોરોના વાઈરસનું સંક્રમણ ન વધે તે માટે આથી તમામ શાળાઓમાં સંચાલક મંડળ દ્વારા શાળાઓને સેનેટાઈઝર કરવામાં આવી હતી તો બીજી તરફ આવતી કાલે જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરશે તો તે તમામ વિદ્યાર્થીઓને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવામાં આવશે. શાળા સંચાલક દ્વારા તમામ ક્લાસમાં વિદ્યાર્થીઓ બેસી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, આવતી કાલથી કોરોના વાઈરસની મહામારી બાદ જે પરીક્ષાઓ યોજાવા જઇ રહી છે તેને લઈ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જે કેન્દ્રો ફાળવવામાં આવે છે તે તમામ કેન્દ્રો અને આજે સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.