મતદાનને લઇને ઉભા કરવામાં આવેલા 300 જેટલા બુથ કેન્દ્રો પર સંપુર્ણ સજ્જ કરાયેલાં EVM અને VVPET મશીનો કુલ 44 જેટલા રૂટ પર રવાના કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં 1800 જેટલો પોલીંગ અને પોલીસ સ્ટાફને તૈનાત કરાવામાં આવ્યો છે. દાંતા તાલુકામાં 24 જેટલાં મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ પણ થવાનું છે. આ વિસ્તારમાં મહત્તમ 29 મતદાન મથકો એવાં આવેલા છે, જ્યાં મોબાઇલમાં નેટવર્ક કનેક્ટ ન થતુ હોવાથી તેવી જગ્યા પર કોમ્યુનિકેશન રાખવા માટે વાયરલેશ સેટની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત 81 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ સમગ્ર પક્રિયામાં મોટા ભાગે શિક્ષકો જોડાયા છે. તેઓને દેશના ઘડતર માટેની મહત્વની કામગીરી કહી શકાય તેવી ચુંટણીની કામગીરી મળતા તેઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.