ETV Bharat / state

પાલનપુર જંક્શનમાં ઈલેક્ટ્રીક સીડીની ભેટ

પાલનપુરઃ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી લોકોને એક રેલ્વે ટ્રેક પરથી બીજા રેલ્વે ટ્રેક પર જવા માટે સીડીઓ મારફતે જવું પડતું હતું. જેના કારણે મુસાફરો અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરતા હતા. પરંતુ આજે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક સીડીઓનું કામકાજ હાથ ધરાતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Banaskantha
author img

By

Published : Jul 6, 2019, 4:25 AM IST

પાલનપુર રેલ્વે સ્ટેશન જંકશન હોવાના કારણે મુસાફરોને એક જંકશનથી બીજા જંકશન પર જવા માટે ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. જેમાં ખાસ કરીને વૃદ્ધો અને વિકલાંગોને હેરાન ગતીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી અને સદભાવના ગ્રુપના હરેશભાઈ ચૌધરી તેમજ અન્ય મુસાફરોની રજૂઆતને ધ્યાનમાં લેતા આજરોજ પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિક દ્વારા ચાલતી સીડીઓનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઇ મુસાફરોમાં ખુશી જોવા મળી હતી.

પાલનપુર જંક્શનમાં ઈલેક્ટ્રીક સીડીની ભેટ

પાલનપુર રેલ્વે સ્ટેશન જંકશન હોવાના કારણે મુસાફરોને એક જંકશનથી બીજા જંકશન પર જવા માટે ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. જેમાં ખાસ કરીને વૃદ્ધો અને વિકલાંગોને હેરાન ગતીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી અને સદભાવના ગ્રુપના હરેશભાઈ ચૌધરી તેમજ અન્ય મુસાફરોની રજૂઆતને ધ્યાનમાં લેતા આજરોજ પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિક દ્વારા ચાલતી સીડીઓનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઇ મુસાફરોમાં ખુશી જોવા મળી હતી.

પાલનપુર જંક્શનમાં ઈલેક્ટ્રીક સીડીની ભેટ
Intro:લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.05 07 2019

સ્લગ.... બનાસકાંઠા વાસીઓને ભેટ...

એન્કર...પાલનપુર રેલવે સ્ટેશનની શરૂઆત ઘણા વર્ષોથી કરવામાં આવી છે આ રેલવે સ્ટેશનથી લોકો પોતાની મુસાફરી માટે તેમજ ધંધા વેપાર માટે અહીંથી ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાં જતા હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી લોકોને એક ટ્રેક પરથી એક રેલ્વે ટ્રેક પરથી બીજા રેલ્વે ટ્રેક પર જવા ની સીડીઓ મારફતે જવું પડતું હતું જેના કારણે મુસાફરો અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરતા હતા પરંતુ આજે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક સીડીઓ નું કામકાજ હાથ ધરાતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો....

Body:વિઓ...બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટું રેલવે સ્ટેશન પાલનપુર નું છે જ્યાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરો રેલવે મારફતે મુસાફરી કરતા હોય છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એ અનેક વેપારો સાથે જોડાયેલ જિલ્લો છે ત્યારે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટો વેપાર હીરા ડાયમંડનો છે જે માટે હવાઈ સુવિધા ન હોવાના કારણે ડાયમંડ ના વેપારીઓ અહીંથી અન્ય રાજ્યમાં જવા માટે રેલવે સ્ટેશ નો ઉપયોગ કરતા હોય છે અને પાલનપુર રેલવે સ્ટેશન અમદાવાદ ડિવિઝનમાં આવે છે . અને એ ગ્રેડનું રેલવે સ્ટેશન છે અમદાવાદ બાદ પાલનપુરનો રેલવે સ્ટેશન બીજા નંબરના રેલવે માં આવે છે પાલનપુર રેલવે સ્ટેશન જંકશન હોવાના કારણે મુસાફરોને એક જંકશન થી બીજા જંકશન પર જવા માટે ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે ખાસ ખાસ વૃદ્ધો અને વિકલાંગો વધારે પ્રમાણમાં હેરાન થતા હતા આ બાબતે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી અને સદભાવના ગ્રુપના હરેશભાઈ ચૌધરી તેમજ અન્ય મુસાફરોની રજૂઆતને ધ્યાનમાં લેતા આજરોજ પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિક દ્વારા ચાલતી સીડીઓ નું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઇ મુસાફરોમાં ખુશી જોવા મળી હતી

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.