અંબાજી: આગામી તારીખ 8થી 10 એપ્રિલના રોજ અંબાજી ગબ્બર (ambaji gabbar parikrama) ખાતે 51 શક્તિપીઠ પથ પર ત્રિદિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવ (gabbar parikrama mahotsav 2022)નું આયોજન થશે. જેમાં રાજ્યના મોટા નેતાઓ ગબ્બર ખાતે આવશે તેવી શક્યતાઓ છે. ગબ્બર વિસ્તારમાં અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણો થઇ જતાં વહીવટીતંત્ર દ્વારા મોડી સાંજે અચાનક નડતરરૂપ દબાણો (Encroachment In Ambaji) દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: Donations to Ambaji Temple: રાજ્યના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવકની દ્રષ્ટિએ કોરોનામાં અગ્રેસર
પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો- દબાણો હટાવવા માટેની કામગીરીને જોતા માર્ગ અને મકાન (Road and building Department Ambaji), ફોરેસ્ટ (forest department ambaji), તેમજ પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. દબાણ કરનારાઓને અગાઉ દબાણો દૂર કરી લેવાં માટે જણાવવામાં આવ્યું હોવા છતાં દબાણ દૂર નહોતા કરવામાં આવ્યાં. તમામ અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહ્યા હતાં અને જેસીબી વગેરે સાધનો સાથે ગબ્બર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: Modern bus stand in Gujarat: અંબાજીમાં આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા કરોડોની મંજૂરી છતાં મુસાફરોને ભારે હાલાકી
યાત્રિકોનો મોટો ધસારો રહેવાની સંભાવના- ઉલ્લેખનીય છે કે, ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવમાં યાત્રિકોનો મોટો ધસારો રહેવાની સંભાવના છે. અંબાજી મંદિર (ambaji temple gujarat) વહીવટદાર અને ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું કે, ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવમાં યાત્રિકોનો મોટો ધસારો રહેવાની સંભાવનાને લઇને કોઇ તકલીફ ન પડે તેને લઇ આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.