ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખની વરણી, ભાજપના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું - બનાસકાંઠામાં નવા જિલ્લા પ્રમુખની વરણી

બનાસકાંઠાના જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખે પણ વિધાનસભાની આઠ બેઠકો પર જીત માટે લોકોનો આભાર માન્યો હતો અને આ જીત માટે ગુજરાતના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના સફળ નેતૃત્વને કારણે મળ્યો હોવાનું જણાવ્યું હતું.

Election of new district president in Banaskantha district

author img

By

Published : Nov 11, 2020, 9:39 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં નવા ભાજપ જિલ્લા પ્રમુખની વરણી
  • ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું
  • બનાસકાંઠા જિલ્લાના વિકાસને વેગ મળશે

    બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખની વરણી

પાલનપુરઃ તાજેતરમાં ગુજરાત સરકારના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ભાજપ સંગઠનના નવા કાર્યકર્તાઓને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ભાજપ સંગઠનમાં રહી અને પક્ષને મજબૂત કરવા આજે 20 જેટલા ગુજરાતમાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા ખાતે છેલ્લા ઘણા સમયથી ભાજપ પાર્ટીમાં રહી નીડરતાથી કામ કરતા ગુમાનસિંહ ચૌહાણની બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આમ તો બનાસકાંઠા જિલ્લો એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લા પર કોંગ્રેસનું શાસન રહેલું છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનારી વિધાનસભામાં ગુમાનસિંહ ચૌહાણ ભાજપને જીતાડવામાં કેવી ભૂમિકા ભજવી છે. પરંતુ હાલ તો બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમની નિમણૂંક થતા બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે.

ઠેર-ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું

બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગુમાનસિંહ ચૌહાણની પસંદગી થતા બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ભાજપના વિજય મામલે ગુમાનસિંહ ચૌહાણે જનતાનો આભાર માન્યો હતો અને આ વિસ્તારની જનતા ઘણા સમયથી વિકાસથી વંચિત હતી અને ગુજરાતના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં આ વિસ્તારનો ચોક્કસ વિકાસ થશે. તે માટે અહીંની પ્રજાએ આઠેય બેઠકો પર જીત અપાવી હોવાનું જણાવ્યું હતું. આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં પણ હવે સ્થાનિક સ્તરે સંગઠન રચનાનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ થશે અને હોદ્દાઓ માટે લોબિંગ કરતા લોકોને પણ નવા નિમાયેલા પ્રમુખે નસીયત આપી હતી.

બનાસકાંઠા જિલ્લાના વિકાસને વેગ મળશે

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભાજપના પ્રમુખ તરીકે કેશાજી ચૌહાણ બિરાજમાન હતા. ત્યારે તાજેતરમાં ગુજરાત સરકારના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નવા જિલ્લા પ્રમુખોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી વાવના ગુમાનસિંહ ચૌહાણની પસંદગી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ગુમાનસિંહ ભાજપની પાર્ટી સાથે રહી રાત દિવસ નિષ્ઠાપૂર્વક કામ કરતા હતા ત્યારે તેમની બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવતા ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી હતી. આજના દિવસે બનાસકાંઠા જિલ્લામાં નવા નિમાયેલા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે આવનારા સમયમાં ચોક્કસ બનાસકાંઠા જિલ્લાનો વિકાસ હશે અને ભાજપના રાજમાં ફરી એકવાર બનાસકાંઠા જિલ્લો વિકાસને વેગ આપશે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.