ETV Bharat / state

પાલનપુર તાલુકાના મોટાગામ પાસે આધેડે ગળેટુંપો ખાઈ કરી આત્મહત્યા - બનાસકાંઠા ન્યૂઝ

બનાસકાંઠામાં ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર એક ખેડૂતે ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠા
બનાસકાંઠા
author img

By

Published : Jul 12, 2020, 6:27 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના લોકડાઉન બાદ જિલ્લામાં અત્યારસુધી અનેક લોકો હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે.

પાલનપુર તાલુકાના મોટાગામ પાસે આધેડે ગળેટુંપો ખાઈ કરી આત્મહત્યા

હાલ, લોકો સૌથી વધુ આત્મહત્યા પૈસાની લેતી-દેતીના મામલે કરે છે. ત્યારે આવા બનાવો બનતા અટકે તે માટે લોકોએ જાતે જ જાગૃત થવું જરૂરી છે. જેથી જિલ્લામાં રોજ-બરોજ બનતા આત્મહત્યાના બનવો અટકી શકે. એવામાં વધુ એક આત્મહત્યાનો બનાવ આજે ડીસાના રિજમેટ વિસ્તારમાં બન્યો છે.

મળતી માહિતી પ્રમાણે, રિજમેટમાં રહેતા શંકરભાઈ માળી નામનો ખેડૂત ગઈકાલે ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યો નહોતો. જેથી તેના પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન આજે વહેલી સવારે ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર આવેલા મોટા ગામ પાસે લીમડાના ઝાડ પર વૃદ્ધનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો.

બનાવને પગલે મૃતકના પરિવારજનો અને ગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, મૃતક માનસિક રીતે અસ્વસ્થ હોવાના કારણે શનિવારે ઘરેથી નીકળી ગયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તેમજ પરિવારજનોએ આત્મહત્યાના મામલે ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતુ અને મૃતદેહને અંતિમક્રિયા માટે લઈ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.