ETV Bharat / state

અંબાજીમાં કોરોના મહામારીને કારણ 9 મહિના બંધ રહેલી શાળાઓ ફરી શરૂ

author img

By

Published : Jan 13, 2021, 1:19 PM IST

કોરોના વાઇરસ મહામારીને કારણે છેલ્લા 9 મહિનાથી શાળાઓ બંધ હતી, ત્યારે કોરોના વાઇરસ વેક્સીનેશનની કામગીરી વચ્ચે રાજ્યમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી છે. અંબાજીમાં પણ શાળા ફરી એકવાર વિદ્યાર્થીઓ સાથે ધમધમી ઉઠી હતી.

Etv Bharat, Gujarati News, Ambaji News
અંબાજીમાં કોરોના મહામારીને કારણ 9 મહિના બંધ રહેલી શાળાઓ ફરી શરૂ

  • 11 જાન્યુઆરીથી શૈક્ષણિક સંસ્થાઓ ધમધમતી થઇ
  • શાળા સંકુલની સાફ સફાઈ સાથે વર્ગોને સેનેટાઇઝ કરાયા
  • સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી એકવાર શિક્ષણ કાર્ય શરૂ થયું

અંબાજીઃ કોરોના મહામારીને લઈ થયેલા લોકડાઉનના 9 મહિના અને 22 દિવસ બાદ ફરી એકવાર 11 જાન્યુઆરીથી શૈક્ષણિક સંસ્થાઓ ધમધમતી થઇ છે. સરકાર દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવાના નિર્ણય બાદ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું છે.

અંબાજીમાં શૈક્ષણિક કાર્ય શરૂ

અંબાજી વિસ્તારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ શિક્ષણ કાર્ય શરૂ કરાતા શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ જોવા મળી હતી. જોકે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પૂર્વે શાળા સંકુલની સાફ સફાઈ સાથે વર્ગોને સેનેટાઇઝ કરાયા હતા અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને માસ્ક સાથે સેનેટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ગ ખંડમાં પણ એક બેન્ચ ઉપર એક માત્ર વિદ્યાર્થી બેસાડી કોવિડ 19 ના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી એક વાર શિક્ષણ કાર્ય શરૂ થયું હતું.

વિદ્યાર્થીઓને માસ્ક સાથે સેનેટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો

11 જાન્યુઆરીએ શિક્ષણ કાર્યના પ્રથમ દિવસથી જ શિક્ષકોએ પણ નિયમ મુજબના અભ્યાસક્રમ ભણવાની શરૂઆત કરી હતી. નવા શિક્ષણ કાર્યના પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની માત્ર 30 ટકા જેટલી જ હાજરી જોવા મળી હતી.

પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની માત્ર 30 ટકા હાજરી

ખાસ કરીને વિદ્યાર્થીઓને વાલીની સંમતિ માટેના પત્રો પણ વિતરણ કર્યા હતા અને શાળામાં અભ્યાસક્રમમાં 70/30 ના નિયમ મુજબની બ્લુ પ્રિન્ટ મુજબ અભ્યાસક્રમ લેવાની સાથે આગામી સમયમાં લેનારી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવશે તેમ શાળાના આચાર્ય દ્વારા જાણવામાં આવ્યું હતું. જોકે શાળા શરૂ કરવાના નિર્ણયને વિદ્યાર્થીઓએ પણ આવકાર્યો હતો અને શાળા ખુલશે કે નહીં તે પ્રશ્નનો અંત માની બોર્ડની પરીક્ષાની તૈયારીમાં લાગી જવા હુંકાર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.