બનાસકાંઠા : ગુજરાતમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમીક્રોનના પણ કેસો વધી રહ્યા છે. જેને લઈ સરકાર દ્વારા ઉતરાયણના પર્વને લઈ ગાઈડલાઈન(Effect of Corona on the Festival of Uttarayan) જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાક મુકેલા અંકુશોને લઈ તેમજ હાલ તબક્કે કોરોનાની મહામારીના કારણે ઉત્તરાયણ ઉપર પણ ગ્રહણ(Uttarayan Festival 2022) લાગ્યું છે.
પતંગના ભાવમાં પણ 30થી 40 ટકાનો વધારો
કોરોનાની મહામારીના કારણે ઉત્તરાયણ પર્વ પર ગ્રહણ લાગ્યું છે. ઉત્તરાયણ તહેવારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ-દોરીનો વેપાર ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ ઉપરાંક પતંગના ભાવમાં પણ 30થી 40 ટકાનો વધારો થતાં તેની અસર વેપાર પર પણ જોવા મળે છે. ત્યારે અંબાજી પંથકમાં પતંગના વેપારીઓ(Kites and Thread Traders in Gujarat) ઉપર પણ કોરોનાની મોટી અસર જોવા મળી રહી છે.
વડાપ્રધાન મોદીની વાળી પતંગો પર આકર્ષણ
રાજ્યમાં વેપારીઓએ દોરી પતંગની અનેક વેરાઇટી સાથે માલ લાવી અને દુકાનોમાં ખડકલો કરી દીધો છે. પણ જોઈએ તેટલા પ્રમાણમાં વેપાર ન મળતાં વેપારીઓમાં નિરાશા છવાઈ છે. વ્યાપારીઓ ગ્રાહકોની રાહ જોઈ બેઠા છે આ ઉત્તરાયણના પર્વ(Uttarayan 2022 Gujarat) પર જે પતંગ આવી છે તેના અંદર નરેન્દ્ર મોદીની પતંગ ઉપર લહેર જોવા મળી રહી છે. જ્યારે છેલ્લા તબક્કેનો વેપાર લેવા અને સારો વેપાર થાય તેવી પણ સાથે આશા સેવી રહ્યા છે. તેવા સંજોગોમાં નરેન્દ્ર મોદીના બ્રાન્ડ વાળી પતંગોનું આકર્ષણ વધુ ખેંચાય તેવું પણ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ Uttarayan 2022 Jamnagar: પતંગ અને દોરીમાં ભાવ વધારાથી ખુદ વેપારીઓ અકળાયા, લગાવ્યા બેનર
આ પણ વાંચોઃ Uttarayan 2022 Gujarat: જૂનાગઢમાં નવાબીકાળમાં કેમ પતંગ ચગાવાતા ન હતા?