- બનાસકાંઠામાં દાડમની ખેતી કરતા ખેડૂતોને નુકસાન
- વારંવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન
- સરકાર ટેકાના ભાવે દાડમ ખરીદે તેવી ખેડૂતોની માગ
બનાસકાંઠાઃ રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અદભૂત શક્તિઓના કારણે આજે માટીમાંથી કાઠું કાઢી ખેતી કરી રહ્યા છે. ખાસ કરીને સરહદી વિસ્તારના ખેડૂતો વર્ષોથી અલગ-અલગ ખેતરો કરતા હતા, પરંતુ સમય જતાં બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ વાર લાખણી તાલુકામાં દાડમના પાકનું વાવેતર થયું હતું. દાડમના છોડને વાતાવરણ અનુકૂળ આવતા ખેડૂતો દાડમમાંથી સારી આવક મેળવી રહ્યા હતા. જેમજેમ સમય વીતતો ગયો તેમતેમ જિલ્લાના ખેડૂતો દાડમના વાવેતર તરફ આગળ વધતા ગયા અને જોતજોતામાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં દાડમના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું. બનાસકાંઠા જિલ્લાના સારા દાડમના કારણે તેની માગ દેશ અને વિદેશમાં વધી ગઈ છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દાડમમાંથી સારી એવી આવક (Damage to pomegranate crop in Banaskantha) મેળવી હતી.
આ પણ વાંચો- No Damage to Mango: જૂનાગઢમાં કેરી પાક પરથી નુકસાનનો ખતરો ટળ્યો
છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને દાડમમાં નુકસાન
જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દાડમની મોટાપાયે ખેતી થાય છે, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી દાડમની ખેતી કરતા ખેડૂતોને વારંવાર નુકસાન વેઠવું (Double loss to Banaskantha farmers) પડી રહ્યું છે. આ વર્ષે પણ શિયાળાની શરૂઆત સાથે જ વારંવાર કમોસમી માવઠું અને વાતાવરણ ખરાબ (Double loss to Banaskantha farmers) રહેતા દાડમમાં રોગ આવી ગયો (Damage to farmers due to rotting pomegranates) છે. ફ્રૂટ રોટ એટલે કે દાડમમાં સડો લાગી લાગી જતા 80 ટકા દાડમ ખરાબ થઈ ગયા છે. આ રોગમાં છોડ પર જ દાડમના ફળમાં કાળી ટપકી પડવા લાગે છે અને પછી ધીમેધીમે આખું ફળ સડીને ખરી પડે છે. ખરાબ ફળના ભાવ પણ પૂરતા ન મળતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી (Damage to farmers due to rotting pomegranates) રહ્યું છે.
આ પણ વાંચો- Unseasonal Rain In Bhavnagar: માવઠાથી ખેતીને નુકસાન થતાં ખેડૂતો નારાજ, તંત્રએ નુકસાનની વાત ફગાવી
દાડમના ભાવ ઘટ્યા
હોલસેલ માર્કેટમાં પહેલાં જે દાડમ 100 રૂપિયે પ્રતિકિલો વેચાતા હતા. તે હવે માત્ર 30થી 40 રૂપિયા કિલો (Pomegranate prices fall) છે. આથી ખેડૂતોને પડતર ભાવ પણ મળતા નથી. આના કારણે હાલમાં દાડમનું વાવેતર કરતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે. એક તરફ કુદરત દાડમનું વાવેતર કરતાં ખેડૂતોને માર મારી રહ્યા છે. બીજી તરફ સતત ભાવમાં ઘટાડો થતાં હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. અત્યારે હાલ તો ખેડૂતો એક જ માગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે દાડમનું વાવેતર કરતા ખેડૂતોને સહાય કરવામાં આવે.
વિદેશમાં પણ દાડમની માગ ઘટતા ખેડૂતોને ફટકો પડ્યો
આમ, તો અહીંના દાડમ ગુજરાત બહાર અન્ય રાજ્યમાં અને બાંગ્લાદેશ સહિત વિદેશમાં પણ નિકાસ થતી હતી, પરંતુ આ વર્ષે ખરાબ દાડમના કારણે નિકાસ થઈ નથી. ફળમાં સડો લાગી જતા ખેડુતોને દાડમના પૂરતા ભાવ મળતા નથી. આ વખતે મબલખ ઉત્પાદન થતાં થરાદ માર્કેટિંગ યાર્ડ પણ દાડમની આવકથી ઉભરાઈ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર દાડમ જ દાડમ દેખાઈ રહ્યા છે, પરંતુ પૂરતા ઉત્પાદનની સામે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, જેથી ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર બાગાયતી પાકને પ્રોત્સાહન (Government promotion of horticultural crops) આપવા માગે છે. તેવામાં દાડમની પણ ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતોની માગ છે.
દાડમના પાકની સાવચેતી અંગે બાગાયતી અધિકારીએ આપી સલાહ
જિલ્લામાં બદલાયેલા વાતાવરણના કારણે દાડમના પાકમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. યોગેશ પવારે જણાવ્યું હતું કે, દાડમના પાકમાં સૌથી વધુ રોગ બદલાતા વાતાવરણના કારણે થતું (Damage to farmers due to rotting pomegranates) હોય છે ત્યારે આવા સમયે ખેડૂતો એક ખાસ કરીને હસ્તભાવની માવજત કરવી જોઈએ, જેનાથી રોગ અટકાવી શકાય. તો આ તરફ દાડમનો પાક લીધા બાદ જ ખેડૂતોએ રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. જણાતી પાકને નુકસાન થાય નહીં ત્યારે ખેડૂતો મોટા ભાગે જો આ રીતે જ દાડમના પાકની જાળવણી કરશે. તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં દાડમના પાકમાં થતું નુકસાન (Damage to pomegranate crop in Banaskantha) અટકાવી શકાય તેમ છે.