ETV Bharat / state

Donations to Ambaji Temple: રાજ્યના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવકની દ્રષ્ટિએ કોરોનામાં અગ્રેસર

1 ફેબ્રુઆરી બાદ અંબાજી મંદિરના ભંડારમાં આવકની ગણતરી ત્રણ વખત કરવામાં આવી છે. રાજ્યના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવકની (Donations to Ambaji Temple) દ્રષ્ટિએ કોરોનાકાળમાં પણ અગ્રેસર રહ્યું છે. જાણો કેટલી આવક.

Donations to Ambaji Temple: રાજ્યના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવકની દ્રષ્ટીએ કોરોનામાં અગ્રસેર

author img

By

Published : Feb 23, 2022, 5:01 PM IST

બનાસકાંઠાઃ ગુજરાતમાં કોરોના કેસમાં સતત(Corona epidemic in Gujarat ) ઘટાડો થતા અંબાજી સહિત રાજ્યના મોટા મંદિરોમાં દાનની આવકમાં નોંધપાત્ર વધારો(Donations to Ambaji Temple )જોવા મળી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર દરમિયાન શક્તિપીઠ અંબાજી મંદિરમાં સતત દાનની સરવાણી વહી હતી. અંબાજી મંદિર ત્રીજી લહેરમાં પણ સંક્રમણ ન વધે તેના માટે દર્શનાર્થીઓ માટે બંધ રખાયું હતું. પહેલી ફેબ્રુઆરીથી સરકારની ગાઈડલાઈન અને કોરોનાનું સંક્રમણ ન વધે તેવી મંદિર ટ્રસ્ટની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ફરી ખુલ્લું મુકાયું હતું. જોકે હાલ સતત કોરોના ડર વચ્ચે પણ દર્શનાર્થીઓ નિયમિત કરતા ઓછી સંખ્યામાં ચોક્કસ જોવા મળ્યાં છે. યાત્રિકોના પ્રમાણમાં ઘટાડો થવા છતાં અંબાજી મંદિરને દાન ભેટની ભંડારામાં અધધ આવક જોવા મળી છે.

અંંબાજી મંદિરમાં દાન

ભંડારાની આવકની ગણતરી ત્રણ વખત કરવામાં આવી

પહેલી ફેબ્રુઆરી બાદ અંબાજી મંદિરની ભંડારાની આવકની ગણતરી(Income from the treasury of the Ambaji temple)ત્રણ વખત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ભંડારો 8 ફેબ્રુઆરી રૂપિયા 22,13 ,675થયો હતો. 17 ફેબ્રુઆરીએ ગણવામાં આવ્યો તેમાં રૂપિયા 50,97,230 જયારે આજે 23 ફેબ્રુઆરી હાથ ધરાયેલી ભંડારાની ગણતરીમાં રૂપિયા 27,60,965 ની ગણતરી થવા પામી છે. આમ પહેલી ફેબ્રુઆરીથી આજ દિન સુધી કુલ 22 દિવસમાં શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારાની આવક 1,00,71,870ની માત્ર છુટક દાનની આવક ભંડારમાં થઈ છે. જે ગત સમયમાં 20 થી 25 લાખની સરેરાશ હતી. આ વખતે ભંડાર દીઠ ગણતરીમાં 30 થી 35 લાખ થવા પામેલ છે આમ અંબાજી મંદિરમાં સતત ભંડારની આવકમાં વધારો જોવા મળતા કોરોના મહામારીમાં દર્શનાર્થીઓની આસ્થામાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ Nadiad Santram Temple: નડિયાદના સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવની ઉજવણી કરાઈ

અંબાજી મંદિર આવકની દ્રષ્ટિએ કોરોનામાં આગળ

જો રાજ્યના અન્ય મોટા મંદિરોની 22 દિવસમાં આવકના લેખ જોખા જોઈએ તો સોમનાથ મંદિરે મહિને 60 લાખ, ડાકોરમાં 22 દિવસમાં 66 લાખ, ભદ્રકાળી મંદિર 2.5 લાખ, ઇસ્કોન મંદિર 1.5 લાખ, વડતાલ મંદિર 52 લાખ , સાળંગપુરના હનુમાનજી મંદિર 55 લાખ , જયારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં 22 દિવસમાં 1,00,71,870ની આવક જોતા રાજ્યના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવકની દ્રષ્ટીએ કોરોના કાળમાં પણ અગ્રસેર રહ્યું છે.
આ પણ વાંચોઃ Ambaji Temple Patotsav: 51 શક્તિપીઠ મંદિરના શિખરે ધ્વજારોહણ કરી પાટોત્સવની કરી સાદગીપૂર્ણ ઉજવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.