બનાસકાંઠા: ચીનથી નીકળેલો કોરોના વાઇરસ હાલ સમગ્ર વિશ્વને પોતાના સકંજામાં લઈ રહ્યો છે, ત્યારે આવા સમયે લોકો કોરોના વાઇરસથી બચી શકે તે માટે સરકાર દ્વારા જાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને કોરોના વાઇરસના ગુજરાતમાં 8 કેસો મળી આવતા સમગ્ર ગુજરાતનું તંત્ર ચાપતું બન્યું છે.
આ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા જિલ્લા તંત્ર લોકો પર બાજ નજર રાખી રહ્યું છે અને જે પણ વિસ્તારમાં કોરોના વાઇરસના લક્ષણો વાળો વ્યક્તિ જણાય તેવા વિસ્તારની મુલાકત લઈ તેની સારવાર ચાલુ કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવતા લોકોનું ખાસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.