બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃતિઓ દિવસે ને દિવસે વધી રહી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ચોરી અને લૂંટના ગુનાઓ સામે રહ્યા છે. ત્યારે ડીસાના ગવાડી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલી ઘરફોડ ચોરીના આરોપીઓને ડીસા દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડી મોટી સફળતા હાંસલ કરી છે.
ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં 11 દિવસ અગાઉ એક ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં ચોરોએ સોના-ચાંદીના દાગીના જેની કિંમત. 1,46,00 અને રોકડ. 35,000 કુલ મળી. 1,81,000 ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ ફરિયાદીએ ડીસાના દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. જે બાદ ડિસા દક્ષિણ પોલીસના P.I એસ બી શર્માએ આ ચોરીની તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આ ચોરીના બે આરોપીઓ પૈસા લઈ અને પાટણ તરફ જઈ રહ્યા છે ત્યારે પોલીસે ભોપાનગર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન આ બન્ને ચોરીના આરોપીઓ ખાનગી વાહનમાં બેસી આવતા તેમને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરતા તેઓએ ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. જે બાદ આ બંને આરોપીઓને ડીસા દક્ષિણ પોલીસ લઈ આવી અને અન્ય ચોરીમાં સંડોવાયેલા છે કે નહીં તે માટેની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આરોપી આઝમ કુરેશી અને મુજીદ શેખ બંને અગાઉ પણ બે અલગ અલગ જગ્યાઓ પર ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે હાલ તો ડીસાના ગવાડી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીમાં હાલ તો સોના-ચાંદીના દાગીના કિંમત. 1.29.417 અને રોકડ. 8000 કુલ મળી. 1.37.417 નો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.