ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ભણતર સાથે સાથે રમત-ગમતમાં પણ જોડાય તે માટે દર વર્ષે રમત-ગમતનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષે ગુજરાત યુનિવરર્સિટી દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ રમત-ગમતનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત યુનિવરર્સિટી દ્વારા સાબરકાંઠા જિલ્લાના રાજેન્દ્રનગર ખાતે યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સીટી અને ગુજરાત યુનિવર્સીટીની 10 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ડીસા ની ડીએનપી આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓએ યોગાસનમાં સારું પ્રદર્શન કરી ડીસા કોલેજ પ્રથમ નંબરે આવી હતી.
ડીસા કોલેજમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ચૌધરી દ્વારા છેલ્લા 2 મહિનાથી સતત પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી. જે કારણે બુધવારે વિદ્યાર્થીઓ પ્રથમવાર યોગાસનમાં પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા. રાજેશભાઈએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ યોગએ માટે ખૂબ જ જરૂરી છે. તેમને કોલેજના વિદ્યાર્થીઓને યોગાસનમાં પ્રથમ નંબર મળવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વ 21 જૂનના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે.