લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે દરેક પક્ષ પોતાની જીત માટે ગામડે ગામડે સભાઓ કરી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર પર્થીભાઇ ભટોળે આજે ધાનેરા વિસ્તારમાં સભા સંબોધી હતી.
જેમાં પહેલી સભા ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલના ગામ ધાખામાં જનતાનું સંબોધન કર્યુ હતું. જયાં ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે બફાટ કરતા જણાવ્યું હતું કે, "બે રૂપિયા કે પોટલી જોઈતી હોય તો લઇ લેજો પણ વોટ તો કોંગ્રેસ ને જ આપજો". ધાનેરાના ધારાસભ્યએ લોકોના વોટની કિંમત માત્ર બે રૂપિયા અને પોટલી જ ગણતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. તો વધુમાં ધારાસભ્યએ એ પણ જણાવ્યું હતું કે, "જે આપણને છેતરે તેને છેતરવા જોઈએ, આતો રાજકારણ છે"