- ખોડા ચેક પોસ્ટ પરથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો
- ચૂંટણી ટાઈમને લઈ પોલીસે હાથ ધર્યું સઘન ચેકીંગ
- પોલીસે 39.87 લાખનો દારૂ ઝડપાયો
બનાસકાંઠા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડયો છે થરાદ પાસે આવેલ ખોડા ચેકપોસ્ટ પરથી દારૂ અને ટ્રેલર સહિત બે આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે 39.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ખોડા ચેક પોસ્ટ પરથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બુટલેગરો ગુજરાતમાં દારૂના જથ્થાને સાડવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. જેમાં આજે રાજસ્થાનથી ચોખાના કટ્ટઆની આડમાં જંગી માત્રામાં દારૂ ભરેલું ટ્રેલર ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યું હતું. પોલીસે ટ્રેલરચાલક પર શંકા જતા જ ટ્રેલરને થોભાવીને તપાસ કરી હતી. જેમાં ચોખાના કટ્ટાની નીચે દારૂની 4,500 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂ અને ટ્રેલર સહિત 39.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હરિયાણાના કૈથલ ગામના રહેવાસી ટ્રેલરચાલક રામનિવાસી વવેદપ્રકાસ પ્રજાપતિ અને બલીન્દ્રના ધનનારામ ચમારની અટકાયત કરી હતી. જ્યારે દારૂ ભરાવનાર સહ આરોપી રવિ રોહતક સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે હાથ ધર્યું સઘન ચેકીંગ
બનાસકાંઠા જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ત્રણ તાલુકાઓમાં ચૂંટણીઓ યોજાશે. જેને લઈને અત્યારથી જ બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર પર બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં યોજાતી ચૂંટણીઓને લઇને મોટા પ્રમાણમાં દારૂની રેલમછેલ થતી હોય છે. જેના કારણે રાજસ્થાનમાંથી દરેક ચૂંટણીઓમાં મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા દારૂ મોકલવામાં આવતો હોય છે, પરંતુ જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે તમામ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેના કારણે અવાર-નવાર મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાય છે.