પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા દારૂ વેચતા અને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર તવાઈ વર્તાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ દરમિયાન અલગ-અલગ પાંચ જગ્યાએથી દારૂ સાથે આરોપીની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના કંસારી પાસેથી પણ દારૂ ભરેલી ગાડી આવતી હોવાની માહિતી મળતા જ ડીસા તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી.
ધાનેરા તરફથી આવી રહેલી સિલ્વર કલરની બોલેરોને થોભાવવાની કોશિશ કરતા બોલેરો ચાલકે પોલીસ પર ગાડી નાંખી નાસવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે સફળતાપૂર્વક તેને ઝડપી તેની તપાસ કરી હતી, ત્યારે તેની પાસેથી બિયરની 444 બોટલ મળી આવી હતી. આ સાથે જ ગાડીમાંથી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા અલાભાઈ બુકોલીયા ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દારૂ ભરેલી બોલેર ગાડી સાથે ઝડપાયેલા પોલીસકર્મી અલાભાઈ બુકોલીયા, લાલસીંગ રાઠોડ અને જીવાજી પ્રજાપતિ સહિત કુલ ત્રણ આરોપીની ધરપકકડ કરી હતી, ત્યારે ગાડી અને દારૂ સહિત 2.44 લાખના મુદ્દામાલ સાથે ત્રણે આરોપીઓની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.