- ડીસા નગરપાલિકામાં ભાજપના શાસનમાં થયો વિકાસ
- રૂપિયા 45 લાખના ખર્ચે તૈયાર મુક્તિધામનું લોકર્પણ
- ડીસામાં નવો શાંતિ હોલ અને મુક્તિધામ શરૂ થતા લોકોમાં ખુશી
ડીસાઃ નગરપાલિકા દ્વારા શુક્રવારના રોજ 45 લાખ રૂપિયાના ખર્ચે નવા મુક્તિધામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ઈ.સ 1935ના રોજ ડીસાના જાગૃત નાગરિકો દ્વારા પ્રથમવાર ડીસામાં સ્મશાન ગૃહની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ડીસા શહેરનું સ્મશાન વેરાન હાલતમાં પડયું હતું. જે બાદ ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન આવતાની સાથે જ ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી દ્વારા 45 લાખ રૂપિયાના ખર્ચે નવા મુક્તિધામ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને વર્ષો બાદ ડીસા શહેરની જનતાને એક નવું મુક્તિધામ તૈયાર થયું હતું. જેનું ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વેરાન હાલતમાં હોવાને કારણે લોકોએ પડતી ભારે હાલાકી
જે લોકો મૃત્યુ પામે છે, તેમને અગ્નિસંસ્કાર કરવા માટે ડીસા ખાતે આવેલ સ્મશાનગૃહમાં આવતા હતા અને આ જગ્યા વેરાન હાલતમાં પડી હોવાના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા નવું અત્યાધુનિક બનાવેલ મુક્તિધામના કારણે લોકોએ હવે હાલકી ભોગવવી પડશે નહીં. શુક્રવારના રોજ મુક્તિધામના લોકાર્પણમાં ડીસાના જાગૃત નાગરિકો, ભાજપના કોર્પોરેટર અને કોંગ્રેસના કોર્પોરેટર હાજર રહ્યા હતા. મુક્તિધામનું લોકાર્પણ કરી તેેને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ડીસા નગરપાલિકામાં થયો વિકાસ
ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપે પોતાનું શાસન સંભાળ્યું છે, ત્યારથી ડીસા નગરના વિકાસ માટે લાખો રૂપિયાના ખર્ચે ડીસા શહેરનો વિકાસ થઈ રહ્યો છે. ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ડીસા શહેરના લોકો સારી રીતે જીવન પસાર કરી શકે તે માટે અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે, ખાસ કરીને ડીસા શહેરની વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકા દ્વારા હાલમાં લોકોની સુખાકારી માટે પાણી, રોડ અને લાઈટોની સારી એવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે. તો બીજી તરફ ડીસા શહેરમાં વધતા જતા ચોરીઓના બનાવો અટકાવવા માટે ડીસા નગરપાલિકા દ્વારા ડીસા શહેરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવતા હાલ ચોરીઓના બનાવોમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે અનેક કામો કરવામાં આવ્યા છે.