બનાસકાંઠા : ડીસા શહેરમાં ટ્રાફિકના કારણે પસાર થતા વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જતા હતા. બટાટાની સીઝનમાં તો નેશનલ હાઈ-વે પર અસંખ્ય (Bismar road in Deesa) ખેડૂતો પોતાના બટાટા લઈને પસાર થતા હતા. જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થતા ખેડૂતો પણ ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમગ્ર મામલે ડીસાના સ્થાનિક લોકો અને જિલ્લાના પૂર્વ સાંસદ હરિ ચૌધરીની રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં રજુઆતના પગલે ડીસામાં કરોડો રૂપિયાના ખર્ચે નવો એલીવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ છે. પરતું બ્રિજ નીચેથી પસાર થતા વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. (Deesa elevated bridge)
આ પણ વાંચો રાજકોટમાં એકસાથે 5 વાહનોનો અકસ્માત થતાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનોમાં તોડફોડ કરનાર 1ની અટકાયત
કરોડોનો રોડ છતાં વાહન ચાલકો પરેશાન ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સરકારે સવા બસો કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતનો સૌથી લાંબો પોણા ચાર કિલોમીટરનો એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે. બ્રિજ બનાવ્યા બાદ ટ્રાફિકની સમસ્યા તો હલ થઈ ગઈ, પરંતુ બ્રિજ નીચેથી પસાર થતા વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. બ્રિજની કામગીરી દરમિયાન નીચે મોટા ખાડા પડી ગયા હતા. જેથી કોન્ટ્રાક્ટરે બ્રિજની નીચે પડેલા ખાડાઓ પૂરી તેના પર રીસરફેસિંગ કરવાનું હોય છે, પરંતુ આ કોન્ટ્રાક્ટરે માત્ર નાના-મોટા થીગડા પુરી સરફેસિંગ ન કરતા બ્રિજ નીચેથી પસાર થતા રોજના 30 હજારથી પણ વધુ વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. (elevated bridges Functioning)
આ પણ વાંચો વડોદરાવાસીઓને મળશે ટ્રાફિકમાંથી છૂટકારો, રાજ્યનો સૌથી મોટો ફ્લાયઑવર બનીને તૈયાર
ડીસાના ધારાસભ્યએ રોડ માટે રજૂઆત કરી ડીસામાં બ્રિજ બન્યાને લગભગ બે વર્ષ જેવો સમય થયો છે અને કોન્ટ્રાક્ટરે જ રીસરફેસિંગની કામગીરી (Elevated Bridge Resurfacing Works) કરવાની હોય છે, પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી કામ કર્યું નથી. તેના માટે નેશનલ હાઈવે ઓથોરિટીએ પણ અત્યાર સુધી ચાર વખત નોટિસ ફટકારી છે. તેમ છતાં પણ આ બેદરકાર કોન્ટ્રાક્ટરે હજુ સુધી રોડનું સમારકામ ન કરાવતા ડીસા વાસીઓ બ્રિજને લીધે સગવડને બદલે અગવડ ભોગવી રહ્યા છે. જોકે ડીસાના નવીન ધારાસભ્ય પ્રવીણ માળી ચૂંટાયા બાદ તરત જ નેશનલ હાઇવે ઓથોરિટી સાથે વાતચીત કરી બ્રિજ નીચેના બિસ્માર રોડને રીસરફેસિંગની સાથે સાથે સુશોભિત કરવાની પણ બાંહેધરી આપી છે. (Roads in Deesa)