ETV Bharat / state

ડીસાની 10 વર્ષની નાની બાળકીએ કોરોના વોરિયર્સ ચિત્ર સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

author img

By

Published : Sep 10, 2020, 7:22 AM IST

કોરોના વાઇરસની મહામારી વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસાની 10 વર્ષની નાની બાળકીએ કોરોના વોરિયર્સ સુંદર ચિત્ર દોરતા ગુજરાતમાં તેનો પ્રથમ નંબર આવ્યો છે.

deesa
ડીસાની 10 વર્ષની નાની બાળકી કોરોના વોરિયર્સ ચિત્ર સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

બનાસકાંઠા: કોરોના વાઇરસની મહામારી વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસાની 10 વર્ષની નાની બાળકીએ કોરોના વોરિયર્સ સુંદર ચિત્ર દોરતા ગુજરાતમાં તેનો પ્રથમ નંબર આવ્યો છે.

ક્રિષ્ના રાજોસર નાનપણથી જ ચિત્રમાં સારા ગુણ ધરાવે છે. ક્રિષ્ના જ્યાં પણ જાય છે, તે દ્રશ્ય જોતા તેનું ચિત્ર દોરી નાખે છે. અત્યાર સુધી ક્રિષ્ના અનેક પ્રકારના અલગ-અલગ ચિત્રો દોર્યા છે. જે ચિત્ર જોતા જ એવું લાગે કે, જાણે આ દ્રશ્ય સાચે જ દેખાઈ રહ્યા છે. માતાપિતા તરફથી પણ ક્રિષ્નાને હંમેશા સપોર્ટ મળતો રહ્યો છે. જેના કારણે ક્રિષ્ના કુદરતી સૌંદર્ય, ફિલ્મ આધારિત ચિત્રો, આંતરિક ચિત્રો જેવા અનેક ચિત્રો જાતે જ રહ્યા છે. ક્રિષ્ના ચિત્ર અને સાથે સાથે સંગીતમાં પણ સારો રસ ધરાવે છે. ત્યારે આટલી નાની ઉંમરમાં જ ક્રિષ્ના ચિત્રમાં પોતાના તેમજ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. ક્રિષ્ના ડીસાની આદર્શ હાઇસ્કુલમાં અભ્યાસ કરે છે. જેને તાજેતરમાં યોજાયેલી કોરોના વોરિયર્સ ચિત્ર સ્પર્ધામાં રાજયમાં પ્રથમ નંબરનું સ્થાન મેળવ્યું છે. જેને ગુજરાત રાજયના શિક્ષણ પ્રધાનના હસ્તે રૂપિયા 25 હજારનો ચેક આપવામાં આવ્યો હતો. ક્રિષ્નાનો ગુજરાતમાં પ્રથમ નંબર આવતા જ ક્રિષ્નાની નાનપણમાં જ આટલી મોટી સફળતા મળતાં તેના પરિવાર અને શાળા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન શાળાઓ બંધ છે, ત્યારે બાળકોમાં કોરોનાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયોને નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વ્યકતવ્ય દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા "ગુજરાત ગૌરવ દિન" નિમિત્તે ગુજરાત કોરોના વોરીયર્સ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ પ્રાથમિક શાળાની બાળકી રાજોસરા ક્રિષ્ના રમેશભાઇએ ભાગ લઈ રાજયમાં પ્રથમ નંબરનું સ્થાન મેળવ્યું હતું. આથી ગાંધીનગર ખાતે રાજયના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ક્રિષ્ના રજોસરાને રૂપિયા 25 હજારનો ચેક ઇનામ રૂપે આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આચાર્ય હસુમતિબેન સહાયતા, શિક્ષક મથુરભાઇ સહિત શાળા પરીવારે શુભેચ્છા પાઠવી હતી. પોતાની દીકરીનો કોરોના વોરિયર્સ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર આવતા પરિવારે પણ ખુશીની લાગણી અનુભવી હતી અને પોતાની દીકરી નાનપણથી જ ચિત્ર અને સંગીતમાં સારો રસ ધરાવે છે અને આગામી સમયમાં પોતાની દીકરી હજુ પણ ચિત્રમાં આગળ વધે અને પોતાના જિલ્લાનું તેમજ દેશનું નામ રોશન કરે તેવું જણાવ્યું હતું.હાલમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે સમગ્ર ભારત દેશમાં શિક્ષણ બંધ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન પરીક્ષાઓ તેમજ સ્પર્ધાઓ યોજવાનું શરૂ કર્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓ ઘેર બેઠા જ પોતાનું કૌશલ્ય બતાવી શકે, ત્યારે ડીસાની 10 વર્ષની બાળકીએ ગુજરાતમાં કોરોના વોરિયર્સ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવતા પોતાના પરિવાર તેમજ શાળાનું નામ રોશન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.